<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th January 2026

માધાપર ચોકડી પાસે ઝુપડપટ્ટી પાસેથી જીવીત નવજાત બાળક મળ્‍યુ

જનાના હોસ્‍પિટલમાં ખસેડાયુઃ ગાંધીગ્રામ પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ, તા. ર૭: દોઢસો ફુટ રીંગ રોડ માધાપર ચોકડી પાસે આવેલા ઝુપડા પાસે જીવીત નવજાત બાળક મળી આવતા તેને સારવાર માટે જનાના હોસ્‍પિટલમાં ખસેડવામાં આવતા ગાંધીગ્રામ પોલીસે તપાસ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ માધાપર ચોકડી પાસે એમઆરએફના શોરૂમ પાસે આવેલી ઝુપડપટ્ટી પાસે જીવીત નવજાત બાળક મળી આવતા આસપાસના રહેવાસીઓએ તેને સારવાર માટે જનાના હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યુ છે.

તેની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ મથકના હેડ કોન્‍સ મયુરસિંહ સહિતે હોસ્‍પિટલે પહોંચી નવજાત બાળકને ત્‍યજીદેનાર નિષ્‍ઠુર માતા વિરૂધ્‍ધ ગુનો દાખલ કરવા તજવીજ હાથ ધરી છે.

(4:06 PM IST)