<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st January 2026

વસીલા પેટ્રોલીયમનો ૧પ હજાર લીટર જથ્‍થો રાજયસાત કરતા કલેકટર

રાજકોટ તા. ર૧: રાજકોટ તાલુકાના ઇન્‍ડસ્‍ટ્રીયલ પાર્ક, પ્‍લોટ નં. ૧ર૪, ધમલપર ખાતે આવેલ વસીલા પેટ્રોલીયમ નામે એક યુનીટ ગયા વર્ષે મામલતદાર રાજકોટ તથા તેમની ટીમે આકસ્‍મિક તપાસણી કરી હતી. આ દરમિયાન અનઅધિકૃત રીતે શંકાસ્‍પદ પેટ્રોલીયમ પ્રવાહીનું ખરીદી  વેચાણ કરતા હોવાનું ધ્‍યાને આવતા મામલતદાર દ્વારા લાખોની કિંમતનો ૧પ૦૦૦ લિટર જથ્‍થો સિઝર કરવામાં આવેલ. જે જથ્‍થાના અનુસંધાને કલેકટર રાજકોટ સમક્ષ કેસ ચાલી જતા કલેકટરના હુકમથી જથ્‍થો ૧૦૦% રાજયસાત કરવા આદેશો કરાયા છે. 

(2:47 PM IST)