તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 20th January 2026
૩૦૦ જેટલા જેલના નિવૃત અધિકારીઓ અને સ્ટાફે સાથે મળી જુની અવિસ્મરણીય યાદો વાગોળી
દુનિયા છોડી ગયેલાઓને શ્રદ્ધાસુમન, સિદ્ધિ મેળવનારને પુરસ્કળત કરાયાઃ અમદાવાદમાં સહુ સ્નેહથી મળ્યા

રાજકોટ તા. ર૦: ગુજરાતની જેલોના સેવા નિવળત ૩૦૦ જેટલા અધિકારીઓ અને સ્ટાફનુ વાર્ષિક સ્નેહ મિલનમાં જેલ જીવનના જુના સંસ્મરણો સહુએ વાગોળી પોતાની કારકિર્દીની સોનેરી યાદી તાજા કરી અને સહુ એ મધુર સ્મળતિમાં ખોવાઈ ગયા હોય તેવી અનુભૂતિ કરી હતીં.
આ સ્નેહમિલન માં અવસાન પામેલા નિવૃત સાથી મિત્રો ને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. આ પ્રસંગે ૭૦ વર્ષ થી વધુ ઉમંર પૂર્ણ કરેલ નિવૃત જેલ અધિકારી /કર્મચારીઓ તથા જેલ સેવામાં રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત કરેલા અધિકારી /કર્મચારીઓ તેમજ વર્ષ ૨૦૨૫ માં . નિવૃત થયેલા અધિકારી /કર્મચારીઓનુ સન્માન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમને સફળ બનાવવા જેલ વિભાગની વડી કચેરી, જેલ સ્ટાફ તાલીમ શાળા અને અમદાવાદ મધ્યસ્થ જેલનો સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થયેલ હતો.
(2:39 PM IST)










