તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 20th January 2026
ગુરૂવારે રઘુવંશી રાજવી શ્રી રાણા જશરાજજીનો ૯૬૮મો શૌર્યદિન : રાજકોટમાં મહારક્તદાન કેમ્પ યોજાશે
રઘુવંશી યુવા શકિત સંઘ અને સમર્પણ હોસ્પિટલના ઉપક્રમે આયોજન : રકતની ૪પ૦થી વધુ બોટલ એકત્ર થવાનો અંદાજ : રકતદાતાઓએ નામ નોંધાવી દેવું

રાજકોટ : આગામી તા. રર જાન્યુઆરી ગુરૂવારના રોજ રઘુકુળ ભૂષણ અને લોહરગઢ (હાલ પાકિસ્તાન સ્થિત)ના અંતિમ હિન્દુ અને રઘુવંશી રાજવી શ્રી રાણા જશરાજજીના ૯૬૮ માં શૌર્ય દિન છે. આ દિવસે શ્રી રાણા જશરાજજીએ હિન્દુ ધર્મના સ્વાભિમાન તેમજ ગૌ માતાની રક્ષા માટે ચાલુ લગ્નના ફેરેથી નીકળીને અફઘાની ફોજની સમક્ષ યુદ્ધ માંડયું હતું અને અંતે તેઓએ અંતિમ શ્વાસ સુધી લડી વીરગતિ વ્હોરી હતી.
આ દિવસે એવું કહેવાય છે કે, ક્રૂર અફઘાનીએ વિશ્વાસઘાત કરેલ અને વીર શ્રી રાણા જશરાજજીનું માથું ધડથી ઊતારી નાંખ્યું હતું તેમ છતાં જશરાજજીના ધડએ ધર્મની રક્ષા માટે બે દિવસ યુદ્ધ કરી અને લોહરગઢની રક્ષા કરી હતી. આથી તમામ હિન્દુ ધર્મ અને રઘુવંશી પરિવારો દ્વારા આ દિવસ નિમિતે વિવિધ કાર્યક્રમો આયોજિત કરી જશરાજજીએ આપેલ બલિદાનને યાદ કરવામાં આવે છે.
આથી શ્રી રઘુવંશી યુવા શકિત સંઘ દ્વારા રર મી જાન્યુઆરી ગુરૂવારના રોજ રાજકોટ સંગઠનની ટીમ દ્વારા રાજકોટ શહેરના ૧પ૦ ફિટ રીંગ રોડના રામાપીર ચોક પાસે આવેલ સમર્પણ હોસ્પિટલ ખાતે સવારે ૯ વાગ્યાથી બપોરે ૪ વાગ્યા સુધીનું ભવ્ય મહારકતદાન કેમ્પનું આયોજન કરેલ છે. સંગઠનના સંસ્થાપક અને ગુજરાત પ્રમુખ કે.ડી. રઘુવંશી (કાછેલા ધવલ) વધુ જણાવતા કહ્યું હતું કે આ રકતદાન કેમ્પમાં રાજકોટ શહેર ઉપરાંત જામનગર, જૂનાગઢ, ગોંડલ, જેતપુર, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, કચ્છ વગેરે જિલ્લા અને તાલુકાએથી મોટી સંખ્યામાં રકતાદાતાઓ રકતદાન કરશે.
આ કેમ્પમાં રકતદાન કરવા ઇચ્છુક તમામ રકતદાતાઓએ મો. નં. ૮૮૬૬૧૮૮૮ર૦ પર પોતાનું નામ રજીસ્ટે્રશન કરાવી લેવા વિનંતી કરાઇ છે.
સમર્પણ હોસ્પિટલ, શ્રી રાજ સિકયુરીટી સર્વિસ, શ્રી પુરુષાર્થ સ્કુલ, શ્રીમતી જે.જે. કુંડલિયા કોમર્સ કોલેજ, એલ્યુમિની એસોસીએશન, શ્રી કોચિંગ કલાસીસ એસોસીએશનનો સહયોગ મળેલ હોવાનું યાદીમાં જણાવાયું છે.
તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે રાજકોટ સંગઠનની ટીમના કે.ડી. રઘુવંશી, કુલદીપ રઘુવંશી, પાર્થ જોબનપુત્રા, જયભારત ધામેચા, કિશન ઉનડકટ, મીત અનડકટ, રામ લાલચેતા, પાર્થ નથવાણી, બિરેન જોબનપુત્રા, હાર્દિક કારિયા, મિહિર સોમૈયા, કાના અઢિયા, રાજ સોમૈયા, પાર્થ સોમૈયા, પાર્થ પલાણ, કપિલ ચોટાઇ, પ્રિન્સ કટારીયા, આર્યન ચંદારાણા, હર્ષ ખખ્ખર, વૈભવ માણેક નજરે પડે છે
(2:38 PM IST)










