તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 17th January 2026
મનપા ઇજનેરો જલદ આંદોલન તરફ
એજન્સીના વ્યકિત દ્વારા મારવામાં આવેલ ફડાકાનો મુદો ફરી ધગધગ્યો સ્ટે. ચેરમેને આપેલ બ્લેક લીસ્ટ કરવાની ખાત્રી તથા કમિટીનો રીપોર્ટ આવ્યાના ૧૦-૧૦ દિવસથી પગલા ન લેવાતા કર્મચારીઓમાં ભારે રોષ

રાજકોટ તા. ૧૭: મ્યુનિ. કોર્પોરેશનમાં ડેપ્યુટી ઈજનેરને કોન્ટ્રાક્ટરે ફડાકો ઝીંકી દેતા તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતાં. ફડાકા કાંડ બાદ ઈજનેરોએ એકઠા થઈ વિરોધ નોંધાવી રામધુન બોલાવી મ્યુનિસિપલ કમિશનર સહિતનાને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ પગલા ભરવાની માંગ કરી હતી. જે મુદ્દે સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરાશે તેવી ખાતરી આપતા ઈજનેરોએ હડતાલ સહિતના કાર્યક્રમો પડતા મુકયા હતાં. પરંતુ ૧૦ દિવસથી વધુ સમય થયો હોવા છતાં કોન્ટ્રાક્ટર વિરુદ્ધ પગલા ન લેવાતા અને ફરિયાદ પણ ન થતાં ઈજનેરોએ આજે આ મુદ્દે કડક કાર્યવાહી ન થાય તો આગામી દિવસોમાં જલદ આંદોલન કરવાનો નિર્ણય લઈ ધગધગતો રિપોર્ટ તૈયાર કર્યો છે. જે મ્યુનિસિપલ કમિશનરને આપવામાં આવશે તેમ સુત્રોમાંથી જાણવા મળેલ છે.
મહાનગરપાલિકાની ઈસ્ટઝોન કચેરી ખાતે દસ દિવસ પહેલા આસિ. ઈજનેર ધવલ ગોલાણિયાને ડેપ્યુટી ઈજનેર નિકેશ મકવાણાની ચેમ્બરમાં કોન્ટ્રાક્ટર મનીષ વેકરિયાએ ફડાકો ઝીંકી દીધા તેના ઘેરા પડઘા પડયા હતા. એજન્સી પટેલ કન્સ્ટ્રકશનને બ્લેક લિસ્ટ કરવાની માંગ ઉઠી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન એન્જિનિયર્સ એસોસિએશને આ મામલે મ્યુનિસિપલ કમિશનરને આવેદન આપ્યુ હતું. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને પણ ૪૮ કલાકમાં એજન્સીને બ્લેકલિસ્ટ કરાશે તેવી હૈયાધારણા આપી હતી. કમિશનરે કમિટી પણ રચી નાખી હતી. જો કે ૧૦ દિવસ વિત્યા બાદ પોલીસ ફરિયાદ થઇ નથી. ફેલાતા ઈજનેરો સેન્ટ્રલ ઝોન કચેરીએ ધસી આવ્યા હતા અને રામધૂન બોલાવી હતી. મ્યુનિસિપલ કમિશનરને આવેદન અપાયું હતું. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે નિવેદન આપ્યું કે ૪૮ કલાકમાં એજન્સી બ્લેક લિસ્ટ થશે. મ્યુનિસિપલ કમિશનરે કમિટી બનાવી તાત્કાલિક રિપોર્ટ માંગ્યો હતો. જે રિપોર્ટમાં ફડાકો માર્યાની ઘટના અને નિવેદન સાથે અહેવાલ આપી દેવાયો છે.
(3:52 PM IST)










