તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 17th January 2026
સહકાર સોસાયટીમાં સ્યુસાઇડ નોટ લખી રેનીશભાઇ કોરાટનો ગળાફાંસો ખાઇ આપઘાત
પોલીસ કોઇને હેરાન ન કરે, પરિવારે મારૂ દેણુ ભરી દીધુ છે, પત્ની અને દિકરીનું ધ્યાન રાખજો ચીઠ્ઠીમાં ઉલ્લેખ

રાજકોટ તા.૧૭: કોઠારીયા રોડ સહકાર સોસાયટીમાં રહેતા યુવાને પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.
મળતી વિગતો મુજબ સહકાર સોસાયટીમાં શેરી નં.૬માં રહેતા રેનીશભાઇ જયંતીભાઇ કોરાટ (ઉ.વ.૩૪)એ પોતાના ઘરે છતના હુંકમાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. પરિવારજનો બહારથી આવ્યા ત્યારે રેનીશભાઇને લટકતી હાલતમાં જોઇ દેકારો મચાવતા આસપાસના યુવકો એકઠા થઇ ગયા હતા. બાદ કોઇએ જાણ કરતા ૧૦૮ની ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતા યુવાનનું મૃત્યુ નિપજ્યુ હોવાનુ જણાતા પોલીસને જાણ કરતા ભકિતનગર પોલીસ મથકના હેડકોન્સ.તોરલબેન સહિતના સ્ટાફે સ્થળ પર પહોંચી તપાસ હાથધરી હતી. પોલીસની તપાસમાં મૃતક યુવાનના પિતાએ પોલીસને જણાવ્યુ હતુ કે, રેનીશ અગાઉ ઓનલાઇન ગેમ રમતો હોવાના કારણે તેની ઉપર દેણું થઇ ગયુ હતુ. જે દેણુ પોતે ભરી દીધુ હતું તેમ જણાવ્યુ હતું. ત્યારબાદ ત્યાંથી સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં પોલીસ કોઇને હેરાન ન કરે, મારા પિતાએ દેણુ ભરી દીધુ છે, દિકરી અને પત્નીનું ધ્યાન રાખજો તેમ લખ્યુ હતુ. આ અંગે ભકિતનગર પોલીસે તપાસ હાથધરી હતી.
(3:53 PM IST)










