News of Friday, 16th January 2026
વડાલીયા ફુડસ પરિવાર સાથે ૧૧ કરોડની છેતરપીંડીઃ વિજય માકડીયા અને અમિત ભાણવડીયા સામે ક્રાઇમ બ્રાન્ચે નોંધ્યો ગુન્હો
દર્શન રસીકભાઇ વડાલીયા અને પરિવારજનો પાસેથી વાર્ષિક ૧ર ટકાના વળતરના નામે રોકાણ કરાવી મુડી કે નફો નહિ આપી કર્યો વિશ્વાસઘાત

રાજકોટ, તા., ૧૬: રાજકોટની જાણીતી વડાલીયા ફુડસ પેઢીના દર્શન રસીકભાઇ વડાલીયા (ઉ.વ.૪ર, રહે. ગોલ્ડન આર્ક, ફલેટ નં. ૯૦ર, મોટામવા, માસુમ સ્કુલની બાજુમાં) વડાલીયા અને તેમના પરિવારજનો સાથે વાર્ષિક ૧ર ટકાના વળતરની લાલચ આપી થયેલા ૧૧ કરોડની રકમના વિશ્વાસઘાત અંગે ક્રાઇમ બ્રાન્ચે આરોપી વિજય હરીભાઇ માકડીયા (રહે. ફોર્ચ્યુન એકઝોટીક એપાર્ટમેન્ટ, મોટામવા) અને અમીત રમેશભાઇ ભાણવડીયા (રહે. ફોર્ચ્યુન એકઝોટીક એપાર્ટમેન્ટ, મોટામવા ) સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૧૬(પ) , પ૪ તેમજ જીપીઆઇડી એકટ કલમ ૩,૪ મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.
ફરીયાદમાં જણાવાયુ઼ છે કે, આરોપી નં. (૧) વિજયભાઇ માકડીયા તથા આરોપી નં. (૨) અમીતભાઈ ભાણવડીયા કે જેઓ બંને ભાગીદા રીમાં દર્શન મીનરલસ પેઢી, જય સ્ટોન ક્રસર પેઢી તથા દર્શીલ સ્ટોન ક્રસર નામે કપચીનો વેપાર ધંધો કરતા હોય તેઓએ આ કામના ફરીયાદીને તથા ફરીયાદીના પરીવારના અન્ય લોકોને તેઓની પેઢીઓમાં રોકાણ કરશો તો વાર્ષિક ૧૨ ટકા જેટ લુ વળતર આપશે તેમ વિશ્વાસ આપતા આ કામે ફરી. તેમજ સાહેદોએ તા. ૨૩/૦૭/૨૦૧૯ થી તા.૨૭/૦૬/૨૦૨૪ સુ ધીમાં કુલ રૂ.૬,૯૦,૬૭,૦૦૦/- નું રોકાણ કરાવી તે પૈકી રૂગ. ૧,૦૮,૦૪૫૩૨/- જેટલી રકમ ભરોસો બેસે તે માટે આપી બાકી રહેતી વળતર સહિતની કુલ રૂગ.૧૦,૯૮,૯૪,૮૯૩/- રોકાણકારોને પરત નહીં આપી ઓળવી જઈ ફરીયાદી તથા સાહેદો સાથે ગુન્હાહીત વિશ્વાસધાત કરી એકબીજાને મદદગારી કરી ગુન્હો કર્યો છે.
ફરીયાદી દર્શનભાઈ રસીકભાઈ વડાલીયા જાતે-પટેલ ઉવ.-૪૨ ધંધો-વેપાર રહે. ગોલ્ડન આર્ક, ફ્લેટ નં.૯૦૨, મોટા મૌવા, માસુમ સ્કુલની બાજુમાં, રાજકોટ, મો. નં. ૯૯૭૯૪ ૦૦૦૦૯ એ ફરીયાદમાં વધુંમાં જણાવ્યું છે કે, હુ ઉપર લખ્યા ઠેકાણે પિતા રસીકભાઈ તથા માતા જોશનાબેન તથા નાના ભાઈ સાગર તથા પત્ની ચાંદની તથા મારા ભાઈના પત્ની બંસીબેન તથા મારા દિકશ આર્યન ઉવ.-૧૩ સાથે રહુ છુ અને રાજકોટ, ગોંડલ શેડ, ગાંધી ચેમ્બર્સમાં વડાલીયા ફૂડસ નામે પેઢી ધ રાવી નમકીન પ્રોડકટનુ મેન્યુફેકચરીંગ કરી વેપાર કરૂ છુ.
સને-૨૦૧૯ ની સાલમાં વિજયભાઈ હરીભાઈ માકડીયા, રહે. ફોરચ્યુન એક્ઝોટીક એપા. મોટા મોવા રાજકોટ મો.નં.૬૩૫૫૭૭૮૫૦૪, ૯૮૨૫૨૧૮૧૧૮ વાળા અમારા સંબંધી થતા હોય અને તેઓને હું છેલ્લા આઠેક વર્ષથી ઓળ ખુ છુ. અને આ વિજયભાઈ માકડીયા કે જેઓ કપચી ની ક્રશર ની પેઢી ધરાવતા હોય અને તેઓના પાર્ટનર અમીતભાઈ રમેશભાઈ ભાણવડીયા, રહે. ફોરચ્યુન એકઝોટીક એપા. મોટા મોવા રાજકોટ મો. નં. ૯૬૮૭૬-૧૮૧૨૨ વાળા હોય અને તેઓને પણ હું ઓળખુ છુ અને તે પણ મારા મીત્ર હોય અને સને-૨૦૧૯ ની સાલમાં હું આ વિજયભાઇ માકડીયા તથા અમીતભાઈ ભાણવડીયા ની જુની ઓફીસ જે યુનિવર્સીટી રોડ, પંચાયતનગર ચોકમાં આવેલ છે તે મને તેઓ અવાર - ન વાર ફોન કરી તેઓની ઓફીસે બોલાવતા હતા હુ તેઓની ઓફીસે ગયેલ ત્યારે તેઓની કસર પેઢીમાં રોકાણ કરવાનું જણાવ તા હું તેઓની ઓફીસ એ ગયેલ હતો ત્યારે આ બંન્ને મને મળેલા અને બન્ને જણાએ મને વાત કરેલ કે, અમો બંન્ને દર્શન મીનરલસ પેઢી, જય સ્ટોન ક્રસર પેઢી તથા દર્શીલ સ્ટોન ક્રસર પેઢી નામે ભાગીદારીમાં જે કપચીનો વેપાર ધંધો કરીએ છીએ તેમા તમે પૈસાનુ રોકાણ કરે તો અમો તમને વાર્ષીક ૧૨ ્રુ ના વળતર સાથે તમે રોકાણ કરેલ મુળી સમય મર્યાદા માં પરત કરશુ. તમે જે પૈસાનુ રોકાણ કરશો તે અમે અમારી ત્રણેય ક્રસર પેઢીમાં રોકાણ કરશુ તેમ જણાવેલ જેથી આ વિજયભાઇ અમારા સંબંધી થતા હોય તથા અમીતભાઇ પણ મિત્ર હોય તેઓના કહેવાથી મે મારા સંબંધીઓ જેમાં મારા માતળશ્રી જોશનાબેન રસીકભાઈ વડાલીયા, મારા સગા દાદા ગોકળભાઈ અંબાવીભાઈ વડાલીયા, મારા સગા કાકા નવનીતભા ઇ ગોકળભાઇ વડાલીયા, મારા સગા કાકી નીતાબેન નવનીતભાઈ વડાલીયા, મારા સગા કાકી સાધનાબેન જીવનભાઈ વડા લીયા, કૌટુંબીક દાદા વલ્લભભાઈ વડાલીયા, કૌટુંબીક ભાઈ અંકીતભાઇ જીવનભાઈ વડાલીયા, કૌટુંબીક કાકા કેતનભાઈ લક્ષ્મીદાસભાઈ વડાલીયા, કૌટુંબીક કાકી ગીતાબેન દિપકભાઈ વડાલીયા રહે. તમામ રાજકોટ વાળાઓને આ બાબતે વાત કર તા તેઓ વિજયભાઈ તથા અમીતભાઈ પર વિશ્વાસ રાખી તેઓએ જણાવેલ તેઓની ત્રણેય ક્રસર પેઢીમાં પૈસાનું રોકાણ ક રવા સહમતી દર્શાવેલ જેથી મે આ બાબતે આ વિજયભાઈ તથા અમીતભાઈ ને વાત કરતા તેઓએ મને જણાવેલ કે, કોઈ વાંધો નહી બધા આપણા સગા જ થાય છે ને અમે બધાને તેઓ જેટલા રૂપિયાનુ રોકાણ કરશે તેના ઉપર ૧૨ ટકા વાર્ષીક વળતર આપીશુ તેવો મને વિશ્વાસ આપેલ. તેઓના વિશ્વાસમાં આવી સને - ૨૦૧૯ થી ૨૦૨૪ સુધી અલગ-અલગ સમયે અમે ઉપરોકત જણાવેલ નામવાળા અમારા કુટુંબના માણસો દ્રારા અમારા બેંક એકાઉન્ટમાંથી વિજયભાઇ માકડીયા તથા અમીતભાઇ ભાણવડીયા તથા તેમને જણાવેલ વ્યકિતઓ તથા તેમની ઉપરોકત ત્રણેય ભાગીદા રી ક્રસર પેઢીઓના એકાઉન્ટમાં કુલ રૂ.૬,૯૦,૬૭,૦૦૦/- જમા કરાવી તેઓની ભાગીદારી ક્રસર પેઢીમાં રૂપિયાનુ રોકાણ કરેલ.
ઉપરોકત કરેલ રોકાણના રૂપિયા વળતર સહીત આ બંન્ને લોકો પાસે માંગતા તેઓ દ્રવારા થોડા રૂપિયા અમોને આપેલ જેથી તેઓ પર અમોને વધુ વિશ્વાસ બેસેલ અને અમોને જે રૂપીયા રોકાણ કરેલ વળતર સહીત પરત માંગતા હતા ત્યારે આ બન્ને જણા અમોને કહેતા હતા કે તમારૂ જે રોકાણ છે તેના વળતર સહીતની રકમ અમે આગળના રોકાણમાં ગ ણી તે તમામ રકમ અમે વળતર સહીત તમને ચુકવી આપશુ, તેમ કહી અમોને વિશ્વાસ બેસે એ રીતે વાતો કરતા હતા અ ને અમોને જે રકમ રોકાણ કરેલ તે પેટે વળતરની રકમ રૂ. ૧,૦૮,૦૪,૫૩૨/- જેટલી પરત આપેલ હોય જેથી અમોને તેઓ પર વધુ ભરોસો બેસતા અને તે વખતે રૂપિયાની અમારે જરૂરીયાત ન હોય અને આ વિજયભાઇ તથા અમીતભાઇ ઉ પર વિશ્વાસ રાખી તેઓની વાત સાથે સહમત થયેલ,
આ સમયગાળા દરમ્યાન અમો રોકાણકારો દ્વારા રોકાણ કરેલ રૂપિયા ની માંગણી આ બન્ને જણા પાસે કરતા તેઓએ શરૂ આતમાં અલગ અલગ બહાના બતાવતા હતા બાદ અમોને પૈસા આપવાની ના પાડી દીધેલ અને કહેલ કે તમારાથી થાય તે કરી લેજો પૈસા આપવાના થતા નથી, ત્યારબાદ તેઓ બન્ને એ અમારા ફોન પણ ઉપાડવાનુ બંધ કરી દીધેલ અને તેઓના ધરે જતા ધરે પણ હાજર મળતા ન હતા. અને છેલ્લા એકાદ વર્ષથી તેઓ બંન્ને મને મળેલ નથી.
આમ, આ વિજયભાઈ માકડીયા તથા અમીતભાઈ ભાણવડીયા કે જેઓ બંન્ને દર્શન મીનરલસ પેઢી, જય સ્ટોન ક્ર સર પેઢી તથા દર્શીલ સ્ટોન ક્રસર પેઢી નામે ભાગીદારીમાં કપચીનો વેપાર ધંધો કરતા હોય તેઓએ અમોને તથા અમારા પરીવારના લોકોને તેઓની પેઢીઓમાં રોકાણ કરશો તો વાર્ષિક ૧૨ ટકા જેટલુ વળતર આપશે તેમ કહી વિશ્વાસ કેળવી અ મો તથા અમારા પરીવારના અન્ય લોકો પાસે તા.૨૩/૦૭/૨૦૧૯ થી તા. ૨૭/૦૬/૨૦૨૪ સુધીમાં કુલ રૂ. ૬, ૯૦, ૬૭,૦ ૦૦/- નું રોકાણ કરાવી અમોને વિશ્વાસમાં લેવા સારૂ રૂા. ૧,૦૮,૦૪, ૫૩૨/- જેટલી રકમ વળતર પેટે આપી બાદ અમોને પૈસા તથા વળતર આપવાની ના પાડી મારી તથા મારા પરીવારના સભ્યોને મુળ રકમ વળતર સહીત કૂલ રૂા. ૧૦, ૯૮,૯૪,૮૯૩/- નહીં આપી ગુન્હાહિત વિશ્વાસધાત કરેલ હોય જેથી આ બન્ને જણા તથા તપાસમાં ખુલ્લે તેઓ વિરૂધ્ધ ધોરણસર થવા મારી ફરીયાદ છે.
આ ગુન્હાની વધુ તપાસ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ ચિરાગકુમાર જાદવ દ્વારા હાથ ધરવામાં આવી છે.
(3:48 PM IST)










