તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 16th January 2026
વોર્ડ નં. ૧ માં જુદી જુદી સોસાયટીમાં ડામર કાર્પેટ કામનો પ્રારંભઃ ખાતમુહૂર્ત

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા આજ તા. ૧૬, વોર્ડ નં. ૧ માં ધરમનગર મેઇન રોડ પર, ઋષિ વાટિકા સોસાયટીમાં ધારાસભ્યશ્રી ડો. દર્શિતાબેન શાહની ગ્રાન્ટમાંથી, ધર્મરાજ નગર સોસાયટીમાં ધારાસભ્યશ્રી ડો. દર્શિતાબેન શાહની ગ્રાંટમાંથી ડામર કાર્પેટ, આમ કુલ મળી અંદાજિત રૂા.૮ર લાખના ખર્ચે ડામર કાર્પેટ કરવાના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ડો દર્શિતા શાહ તથા મેયર શ્રીમાતી નયનાબેન પેઢડીયાના હસ્તે કરવામાં આવ્યું આ ખાતમૂહૂર્ત કાયક્રમમાં મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ધારાસભ્ય ડો. દર્શિતા શાહ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઇ રાડીયા, કોર્પોરેટર હિરેનભાઇ ખીમાણીયા, ડો. અલ્પેશભાઇ મોરજરીયા, દુર્ગાબા જાડેજા, વોર્ડ પ્રમુખ જયરાજસિંહ જાડેજા, વોર્ડ મહામંત્રી નાગજીભાઇ વરૂ, રાણાભાઇ ગોજીયા, બક્ષીપંચ મોરચા પ્રમુખ લલિતભાઇ વડોલીયા તેમજ વોર્ડના બધા સંગઠન સભ્યો તથા વિસ્તારના આગેવાનો ઉપસ્થિત રહેલ.
(3:03 PM IST)










