તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 15th January 2026
ગીફટ સીટી દેશનું પ્રથમ અને એકમાત્ર ઇન્ટરનેશનલ ફાઇનાન્સીયલ સર્વિસીસ સેન્ટર
બિઝનેસ કલ્ચરને સપોર્ટ, વિવિધ કંપનીઓના પ્રતિનિધિઓની હાજરી, ફયુચર પ્લાનિંગ પર ભાર

રાજકોટઃ જીજે પ્રોફીટસ દ્વારા ગિફટ સીટી અંગે માહિતી, માર્ગદર્શન તથા કો-ઓર્ડિનેશન માટે સિંગલ પોઇન્ટ ઓફ કોન્ટેકટ તરીકે રજૂ કરવામાં આવેલ.
આગેવાનોએ જણાવેલ કે ગિફટ સિટી ભારતનું પ્રથમ અને એકમાત્ર ઇન્ટરનેશનલ ફાઇનાન્સીયલ સર્વિસીસ સેન્ટર છે અહી ફાઇનાન્સ, આઇટી, ફિનેટેક, એજયુકેશન, હેલ્થકેર અને લાઇફ સ્ટાઇલ એક ઇન્ટરગ્રડ અને ફયુચર-રેડીઇકોસિસ્ટમ તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે.
ગિફટ સીટીના વર્તમાન સ્થિતના મુખ્ય હાઇલાઇટસઃ ૧૦૦૦ થી વધુ Registered IDFSC Entities, ૩૮ થીવધુ ભારતીય તથા આંતરરાષ્ટ્રીય બેન્કો, IndiaiINX અને NSEIFSC જેવી ગ્લોબલ એકસચેન્જિસ, HSBC, JP Morgan, Deutsche Bank, of America TCS, infosys, oracle જેવી કંપનીઓની હાજરી રહેશે.
ગિફટ સીટીમાં એજયુકેશન અને હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રકચર પણ લાંબાગાળાના વિકાસને મજબૂત બનાવે છે. ફયુચર પ્લાનિંગ પર ભાર મુકવામાં આવ્યો હતો.
ગુજરાતમાં માત્ર ગિફટસિટી એકમાત્ર ઇન્ટરનેશનલ ફાઇનાન્સીયલ હબ અહી, લાયસન્સ્ડ વાઇન એન્ડ ડાઇન રેસ્ટોરન્ટસને સતાવાર મંજુરી આપવામાં આવી છે. દુબઇ, સિંગોપોર જેવી રેગ્યુલેટેડ આંરરાષ્ટ્રીય સિસ્ટમ સાથે સુસંગત છે અને વૈશ્વિક બિઝનેશ કલ્ચરને સપોર્ટ કરતા હોવાનું જણાવાયું છે.
આ અંગે વધુ માહિતી માટે મો. ૯૩૨૮ર ૫૦૫૦૦ ઉપર સંપર્ક કરી શકાય છે.
તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે વિરલ પરમાર, કૌશિક જોષી, હર્ષિલ શાહ, ધાર્મિક શાહ અને લલીતભાઇ નજરે પડે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(3:54 PM IST)










