તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 15th January 2026
રાજકોટ જીલ્લામાં કૃષિ રાહત પેકેજ અંતર્ગત ૯૯ ટકા કામગીરી પૂર્ણ : ૭૫૮ કરોડની સહાય ચૂકવાઇ : મગફળીમાં ૨૩૫૫ કરોડ ચૂકવાયા...

રાજકોટ, તા.૧૫: રાજ્ય સરકારના ખેડૂતલક્ષી અભિગમ અને જિલ્લા વહીવટી તંત્રની સક્રિયતાને કારણે રાજકોટ જિલ્લાના લાખો ખેડૂતોના ખાતામાં સીધી નાણાકીય સહાય જમા કરવામાં આવી છે. કમોસમી વરસાદથી થયેલા નુકસાનના વળતર રૂપે જાહેર કરાયેલા કળષિ રાહત પેકેજ અને મગફળી-સોયાબીનની ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયામાં નોંધપાત્ર પ્રગતિ જોવા મળી છે.
જીલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશે પત્રકારોને જણાવ્યુ હતુ કે, રાજકોટ જિલ્લામાં કળષિ રાહત પેકેજ અંતર્ગત ૯૯.૭% કામગીરી પૂર્ણ થઈ ગઈ છે.
કુલ ૨,૪૧,૪૬૬ ખેડૂતોએ ક્લેમ સબમિટ કર્યા હતા, જેમાંથી ૨,૩૭,૦૦૦ ખેડૂતોને અત્યાર સુધીમાં ૭૫૮ કરોડ રૂપિયાની સહાય ચૂકવી દેવામાં આવી છે.
ટેકાના ભાવે ખરીદી (MSP Procurement):
મગફળીની ખરીદી માટે ૧,૭૫,૬૨૦ ખેડૂતોએ નોંધણી કરાવી હતી, જેમાંથી ૧,૪૦,૩૫૩ ખેડૂતોને ૨,૩૫૫ કરોડ રૂપિયાનું પેમેન્ટ કરવામાં આવ્યું છે.
સોયાબીનઃ સોયાબીન માટે ૧૫,૨૭૫ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી ૧૧,૧૩૪ ખેડૂતો પાસેથી ખરીદી પૂર્ણ કરી ૮૫ કરોડ રૂપિયાનું ચૂકવણું કરાયું છે
(3:29 PM IST)










