તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 15th January 2026
રવિવારથી રેસકોર્ષના મેદાનમાં ઓપન રાજકોટ ટ્રેડ ફેર ફન કોમ્પિટીશન એન્ડ કાર્નિવલ
બાળકોને વિવિધ ગેમ્સ રમાડાશે, પ્રમાણપત્ર ઇનામો પણ અપાશેઃ નામ નોંધણી

રાજકોટઃ શ્રી લેડિઝ કલબ દ્વારા રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે ટ્રેડ ફેર ફન કોમ્પિટિશન એન્ડ કાર્નિવલનું આયોજન કરવામાં આવેલ છે.
તા.૧૮ જાન્યુ. (૧) ડાંસ કોમ્પિટિશન થીમ મનપસંદ ફી ૧૦૦ રૂા., (ર) માઇન્ડ ગેમ બાળકો માટે ૩ થી ૭ અને ૮ થી ૧પ ગ્રુપ અને સોલો ફી રૂા. ૧૦૦, તા.૧૦ જાન્યુ. (૧) કૂકિંગ કોમ્પિટિશન અને ફન ગેમ બપોરે ૩ થી ૭ ભાજીનો ઉપયોગ કરી નમકીન ડિશ, મનપસંદ હેલ્ધી સ્વીટ ડિશ, ઓન્લી ઘરેથી બનાવી પ્યોર વેજ ફી રૂા.ર૦૦ (ર) ફન ગેમ રૂા. ૧પ૦, તા. ર૧ જાન્યુ. (૧) પાણીપૂરી ઇટિં કોમ્પિટિશન સાથે હોઉસી સાંજે પ થી ૭, રૂા. ૧૦૦, તા. ર૪ જાન્યુઆરી ફડ્સ કાર્નિવલ ૩ થી ૧પ ઉમરના બાળકો માટે ફી રૂા.૧૦૦ , સેન્ડવીચ મેકિંગનો ફાયર ફી રૂા.૧૦૦, ડ્રોઇ઼ગ કોમ્પિટિશન ફી રૂા.૧૦૦ સાંજે સમય પ થી ૭, તા.રપ જાન્યુ. (૧) રેપલબલિક ડે સેલિબ્રેશન રેપબ્લિક ડે નેલગતી ફી રૂા.૧૦૦, ફેશન શો એન્ડ ફેન્સિ ડાંસ (ર) સિંગલ એન્ડ જોડીમાં પણ ચાલશે ફી રૂા.૧૦૦, લીંબુ ચમચી, મ્યુજીકલ ચેર ગેમ બાળકો માટે સાંજે પ થી ૭ રાખેલ છે.
આ કાર્નિવલમાં ભાગ લેનાર બધાને ગિફટ અને સર્ટિફીકેટ તેમજ વિજેતાને ટ્રોફી આપવામાં આવશે. ૧૬ તારીખ સુધીમાં ડાંન્સ અને કૂકિંગ કોમ્પિટિશનની એન્ટ્રી અને બીજી એન્ટ્રી ર૦ તારીખ સુધી કરાવી લેવા યાદીમાં જણાવાયું છે.
તસ્વીરમાં પરિતા ગણાત્રા મો. ૭૮૭૮ર ૧૨૧૭૮, માધવી જોગીયા મો. ૯૯૭૮૬ ૫૦૮૫૪, પ્રિતીબેન જાવીયા અને ભટલ શેફ, તેજ જાવિયા નજરે પડે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(3:07 PM IST)










