<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th January 2026

પતંગ-દોરાને કારણે જમ્‍પરો ઉડયા - ટ્રાન્‍સફોર્મરમાં ફોલ્‍ટ સર્જાતા રાજકોટના અનેક વિસ્‍તારોમાં અંધારપટ

શાસ્‍ત્રી મેદાનનું આખું સબ સ્‍ટેશન બંધ થઇ ગયું: સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં કુલ ૧૩ર૬ ફરિયાદો : વીજ તંત્રની ટીમોને દોડધામ થઇ પડીઃ સેફટી રીલેટેડ ૬૦ ફરિયાદો આવી

રાજકોટ તા. ૧પઃ ગઇકાલે મકરસંક્રાંતિના દિવસે પતંગ-દોરાને કારણે વીજ તંત્રના લાઇન સ્‍ટાફને ભારે દોડધામ થઇ પડી હતી, અનેક સ્‍થળે જમ્‍પરો ઉડયા હતા, વીજ વાયર અને ટ્રાન્‍સફોર્મરમાં વિક્ષેપ ઉડયા હતા, ફીડરો ટ્રીપ થયા હતા, રાજકોટમાં આવી ૪૬૧ ફરિયાદો આવી હતી તો સૌરાષ્‍ટ્ર-કચ્‍છના અન્‍ય જીલ્લાઓ થઇને ૧૩ર૬ જેટલી ફરિયાદો નોંધાઇ હતી, ગઇકાલે સાંજે શાસ્‍ત્રીમેદાન ૬૬ કે.વી. સબ સ્‍ટેશનમાં મોટો ફોલ્‍ટ સર્જાતા અનેક વિસ્‍તારોમાં લાઇટો ગૂલ થઇ હતી.

અધીકાર સૂત્રોએ ઉમેર્યું હતું કે પતંગ અને દોરાના કારણે વાયરો ભેગા થઇ જતા લાઇટો ગૂલ થઇ હતી, ટીવીમાં ફોલ્‍ટ સર્જાયા હતા, જમ્‍પરો ઉપડી ગયા હતા, જો કે રાત્રે ૧૦ સુધીમાં લાઇટનો પ્રોબ્‍લેમ કલીયર કરી લેવાયો હતો, બપોરે ર વાગ્‍યાથી રાત્રે ૧૦ સુધી વીજતંત્રને દોડધામ રહી હતી.

કુલ ૧ર વીજ સર્કલમાં રાજકોટ સીટીમાં-૪૬૧, પોરબંદર-૭, ભાવનગર-૭ર, જામનગર-ર૬૦, કચ્‍છ-ભૂજ-૧૬, અમરેલી-૧૩પ, સુરેન્‍દ્રનગર-૪, જૂનાગઢ-૩ર, રાજકોટ રૂરલ-૧૪૧, બોટાદ-૩, મોરબી-ર૧પ અને અંજારમાં-૧૦ ફરિયાદો આવી હતી, જેમાં સેફટી રીલેટેડ ૬૦-ફરીયાદો હોવાનું સૂત્રોએ ઉમર્યું હતું. 

(3:40 PM IST)