તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 15th January 2026
તાવને કારણે આંબેડકરનગરના ૩૨ વર્ષિય ગોૈતમ મુછડીયાનું મોત
રૂખડીયાપરાનો સફાઇ કામદાર સાગર ઘરે પડી ગયા બાદ મૃત્યુ

રાજકોટ તા. ૧૫: તાવને કારણે એક યુવાનનું મોત થયું છે. નાના મવા એજી ચોક સામે આંબેડકરનગર-૧માં રહેતાં ગોૈતમભાઇ લખુભાઇ મુછડીયા (ઉ.વ.૩૨) નામના યુવાન ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સારવાર દરમિયાન મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં તાલુકા પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર ગોૈતમભાઇ એક બહેનથી મોટા અને અપરિણીત હતાં. તે મજુરી કરી ગુજરાન ચલાવતાં હતાં. પરિવારજનોના કહેવા મુજબ દસેક દિવસથી તેને તાવ આવતો હતો. રાતે તબીયત બગડતાં સારવાર માટે દાખલ કરાયેલ. પરંતુ સવારે મૃત્યુ થયું હતું.
અન્ય બનાવમાં રૂખડીયાપરામાં રહેતો સાગરભાઇ રમેશભાઇ ગોહેલ (ઉ.વ.૨૭) નામનો યુવાન સવારે ઘરે પડી જતાં ઇજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મૃત્યુ થયું હતું. તે ત્રણ ભાઇમાં મોટો અને અપરિણીત હતો. સફાઇ કામદાર તરીકે કામ કરતો હતો. બનાવની જાણ હોસ્પિટલ ચોકી મારફત થતાં પ્ર.નગર પોલીસે કાર્યવાહી કરી હતી. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
(3:02 PM IST)










