તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 15th January 2026
ગીરીશ ભીમાણીના પુતળાનું દહન કરી મોં પર શાહી ફેંકતા કાર્યકરોઃ NSUI આક્રમક : જુઓ વિડિયો
અમરેલીના ગજેરા સંકુલના કેમ્પસ ડાયરેકટર ભીમાણી સામે કથીત છેડતી અને અયોગ્ય વર્તનના ઘેરા પડઘા : કેમ્પસમાંથી હકાલપટ્ટી બાદ રાજકોટમાં ઉગ્ર દેખાવોથી શિક્ષણ જગતમાં ચકચાર

રાજકોટ, તા. ૧પઃ રાજકોટઃ અમરેલીમાં શૈક્ષણીક સંસ્થાના ડાયરેકટર ગીરીશ ભીમાણી ઉપર કથીત છેડતી અને અયોગ્ય વર્તનની ઘટનાના ઘેરા પડઘા પડયા છે.
આજે રાજકોટ ખાતે NSUI ના કાર્યકરો સુત્રોચ્ચાર સાથે ગીરીશ ભીમાણીના પુતળાનું દહન કરી તેના ‘મો' ઉપર શાહી ફેકી છે. આ બનાવથી ઘેરા પ્રત્યાઘાત પડયા છે.
NSUI એ એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે અમરેલી જિલ્લાના શિક્ષણ જગતને લાંછન લગાડતી એક અત્યંત ગંભીર ઘટના સામે આવી છે. અમરેલી શહેર સ્થિત શ્રીમતિ શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસના ડાયરેક્ટર ગિરીશ ભીમાણી સામે કોલેજ ટુર દરમિયાન વિદ્યાર્થિનીઓની છેડતી અને અયોગ્ય વર્તન કરવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કોલેજની આબુ ટુર દરમિયાન કેમ્પસ ડાયરેક્ટર ગિરીશ ભીમાણીએ અનેક વિદ્યાર્થિનીઓ સાથે અડપલાં અને છેડતી કરી હોવાનું બહાર આવ્યું છે. આક્ષેપ છે કે વિદ્યાર્થિનીઓને રાત્રિના સમયે પોતાના ખર્ચે જમાડયા બાદ નશાની હાલતમાં અયોગ્ય હરકતો કરી હતી. આ ઘટનાથી વ્યથિત થયેલી વિદ્યાર્થિનીઓ ન્યાય માટે અમરેલી સિટી પોલીસ મથકે પહોંચી હતી. પરંતુ અમરેલી પોલીસ દ્વારા આરોપીને છાવરવા માટે ફરિયાદ દાખલ કરવામાં આવી નથી.
NSUI એ એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે સંસ્થાના ટ્રસ્ટીઓ અને સંચાલકો દ્વારા આ ગંભીર મામલા પર પડદો પાડવા પ્રયાસો થઈ રહ્યા છે. મામલો જાહેર થાય તે પહેલાં જ પોતાની જવાબદારીમાથી મુક્ત કરવામાં આવ્યા છે. જોકે, ગુજરાત પ્રદેશ NSUI આ મામલે મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો છે કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રહેશે.
NSUI એ એક યાદીમાં જણાવ્યું છે કે અમારી માંગણી છે કે વિદ્યાર્થિનીઓ ડરના માર્યા સામે ન આવતી હોય તેવા કિસ્સામાં સરકાર પોતે ફરિયાદી બની ગિરીશ ભીમાણી સામે ગુનો દાખલ કરે તેમજ સંસ્થાના સત્તાધીશોના દબાણ વગર પોલીસ નિષ્પક્ષ તપાસ કરે. શિક્ષણ જગતને શર્મશાર કરનાર સામે દાખલારૂપ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
આ ઘટનાના વિરોધમાં આજરોજ ગુજરાત પ્રદેશ NSUI એ એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે પ્રમુખ નરેન્દ્ર સોલંકી ના નેતળત્વમાં ઉગ્ર દેખાવો કરી અડપલાખોર ડાયરેક્ટર ગિરીશ ભીમાણીનું પૂતળા દહન કરવામાં આવ્યું હતું. દરમીયાન ગીરીશ ભીમાણીને ઉગ્ર રજુઆતસમયે તેમના મોઢા પર શાહી લગાવીને સુત્રોચ્ચાર કર્યા હતા.
NSUI ના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી જણાવ્યું હતું કે, ‘જો આરોપીની તાત્કાલિક ધરપકડ કરવામાં નહીં આવે અને પીડિત વિદ્યાર્થિનીઓને ન્યાય નહીં મળે, તો સમગ્ર રાજ્યમાં NSUI દ્વારા ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.'(તસ્વીરઃ સંદીપ બગથરીયા)(૬.૧૪)
(2:54 PM IST)










