News of Thursday, 15th January 2026
રાજકોટમાં સુપરન્યુમેરી અધિક કલેકટર તરીકે ટી.સી.તીરથાણીની નિમણૂક
પૂર્વ જિલ્લા રજીસ્ટ્રાર હવે આઇ.એ.એસ કેડરમાં

રાજકોટઃ રાજય સરકારે રાજકોટમાં નવી રચેલ સુપરન્યુમેરી અધિક કલેકટરની જગ્યા પર (૩ માસની તાલીમ) ગાંધીનગર ખાતેની રાજય કક્ષાની જોઇન્ટ રજીસ્ટ્રાર (માર્કેટિંગ)ની જગ્યા પર ફરજ બજાવતા શ્રી ટી.સી. તીરથાણીની નિમણૂક કરી છે.
શ્રી તીરથાણી ટેકચંદ ચત્રભુજ ગુજરાત સહકારી સેવામાં સન ૨૦૧૧ માં જોડાતા પહેલા હિસાબી અધિકારી તરીકે જૂનાગઢ મુકામે નોકરી કરેલી. ત્યારબાદ તેઓ સીધી ભરતીથી જિલ્લા રજિસ્ટ્રાર તરીકે જૂનાગઢથી કારકિદ ની શરૂઆત કરી સમયાંતરે અનુક્રમે રાજકોટ અન ે જામનગર મુકામે બદલી થઈ. વર્ષ ૨૦૨૨મા ં બઢતી થી સંયુક્ત રજિસ્ટ્રાર તરીકે જમીન વિકાસ બેન્કમાં ઓડિટર તરીકે ફરજો બજાવેલ હતી.
તેઓ એમ કોમ બી એડ ની શૈક્ષણિક લાયકાત ધરાવે છે અને કોલેજમાં પ્રોફેસર માટે જરૂરી નેટ પરીક્ષા પણ તેઓએ પાસ કરેલ છે. હાલ ગાંધીનગર સહકાર વિભાગ ની વડી કચેરીમાં સંયુક્ત રજિસ્ટ્રાર તરીકે ફરજ પર હતા. ડિસેમ્બરથી ભારત સરકાર ની યશસ્વી વહીવટી કેડરમાં I A S તરીકે પાસ થયા છે. રાજકોટમાં ટુંક સમયમાં જ કાર્યભાર સંભાળશે. (મો. નં.૯૬૬૨૫ ૧૬૯૧૬)
(12:08 PM IST)










