તા. ૯ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૨ મંગળવાર
News of Tuesday, 13th January 2026
સૂર મહિમા ગ્રુપ દ્વારા ગુરૂવારે ‘ફિર સે સૂર મહિમા' શીર્ષકતળે મ્યુઝીકલ કાર્યક્રમ
કરાઓકે પર નવા જુના હિટ ફિલ્મી ગીતો પ્રસ્તુત થશે : નિઃશુલ્ક પ્રવેશ

રાજકોટ તા. ૧૩ : સુર મહિમા ગ્રુપ દ્વારા આગામી તા. ૧૫ ના ગુરૂવારે ‘ફિર સે સુર મહિમા' શીર્ષકતળે નવા જુના ફિલ્મી ગીતોનો કરાઓકે કાર્યક્રમ આયોજીત કરાયો છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા આયોજકોએ જણાવ્યુ હતુ કે સુર મહિમા ગ્રુપ દ્વારા આ દ્વીતીય આયોજન છે. જેમાં ખાસ પસંદ કરાયેલા નવા જુના હિટ ફિલ્મી ગીતો રજુ થશે.
તા. ૧૫ ના ગુરૂવારે રાત્રે ૮ વાગ્યે હેમુ ગઢવી મીની હોલ ખાતે આયોજીત આ મ્યુઝીકલ નાઇટમાં કરાઓકે થીમ પર વિશાલભાઇ સોની, હેતલબેન ઠાકર, જયેશભાઇ જોષી, રાજેશભાઇ ભાડેશીયા, જલ્પાબેન ભાડેશીયા, પલ્લવીબેન ગોહેલ, વિનોદભાઇ પીઠડીયા, જયેશભાઇ પોપટ, હિતેષભાઇ મહેતા, ક્રિષ્નાબેન રાચ્છ, ભારતીબેન રાવલ અવાજનો જાદુ રેલાવશે. જયારે એન્કરીંગ બીનાબેન શેઠ કરશે.
સંસ્થાના સ્થાપક વિશાલભાઇ સોનીના માર્ગદર્શન હેઠળ સમગ્ર આયોજન થયુ છે. જેમાં કલાપ્રેમીઓને નિઃશુલ્ક પ્રવેશ મળશે. વધુ માહિતી માટે મો.૯૮૯૮૭ ૮૪૬૫૮ અથવા મો.૯૯૨૪૦ ૯૯૯૦૦ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.
કાર્યક્રમના આમંત્રિત મહેમાનો તરીકે ભજન સમ્રાટ વિષ્ણુપ્રસાદજી, સિંધી સમાજના અગ્રણી મુળચંદબાપુ, સોની સમાજના અગ્રણી જીજ્ઞેશભાઇ વાગડીયા, સોની સમાજના અગ્રણી હસ્મીતાબેન પાટડીયા, સુનીલભાઇ શાહ, ઘનશ્યામભાઇ રાવલ, પી.વી. જાડેજા (પી.આઇ.), ઘનશ્યામભાઇ રાવલ, ભાવેશભાઇ જોષી, અનવરભાઇ હાજી, હિનાબેન કોટડીયા, જયપાલસિંહ જાડેજા, સંજયભાઇ પંડયા, પ્રદીપભાઇ સોની (નડીયાદ) ઉપસ્થિત રહેશે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા વિશાલભાઇ સોની, હસ્મિતાબેન પાટડીયા, પ્રકાશભાઇ સોલંકી નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(4:00 PM IST)










