તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 13th January 2026
બહુમાળી ભવન સર્કલ પાસે કાર વિજથાંભલામાં ઘુસી જતાં આગળના ભાગે બૂકડો બોલ્યોઃ એરબેગ ખુલી ગઇ
સદ્દનસિબે કારમાં બેઠેલાને કે કોઇ રાહદારી-વાહનચાલકને ઇજા ન થઇ

રાજકોટઃ શહેરના રેસકોર્ષ રીંગ રોડ પર બહુમાળી ભવન સર્કલ પાસે બપોરે કારને અકસ્માત નડતાં ભારે નુકસાન થયું હતું. સદ્દનસીબે આ અકસ્માતમાં કોઇને ઇજા થઇ નહોતી. જીજે૦૩એમએલ-૭૦૫૮ નંબરની અર્બન ક્રુઝર કાર ચાલકે કોઇપણ કારણોસર કાબુ ગુમાવતાં કાર વિજથાંભલામાં અથડાઇ ગઇ હતી. આ કારણે આગળના ભાગનો બૂકડો બોલી ગયો હતો અને એર બેગ પણ ખુલી ગઇ હતી. સદ્દનસિબે કોઇ રાહદારીને કે કારમાં બેઠેલાને ઇજા થઇ નહોતી. તસ્વીરમાં અકસ્માતગ્રસ્ત કાર અને બનાવને પગલે એકઠા થઇ ગયેલા લોકો જોઇ શકાય છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(3:03 PM IST)










