News of Monday, 12th January 2026
આજે સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતી : મેયર સહિતના પદાધીકારીઓ દ્વારા પુષ્પાંજલી

૧૯મી સદીના ગુઢવાદી સંત રામકળષ્ણ પરમહંસના પરમ શિષ્ય અને રામકળષ્ણ મિશનના સ્થાપક, યુરોપ અને અમેરિકામાં વેદાંત અને યોગના જન્મદાતા, પરસ્પરની આસ્થા ઉભી કરવાનો તથા ૧૯મી સદીના અંતે હિન્દુ ધર્મને વિશ્વકક્ષાએ માન્યતા અપાવવાનો શ્રેય પ્રાપ્ત થયેલ છે, આધુનિક ભારતમાં હિન્દુ ધર્મના પુનરોદ્ધારમાં વિવેકાનંદને મુખ્ય પરિબળ સમા તરીકે જેની ગણના થાય છે, અને ૅઅમેરિકાના ભાઈઓ તથા બહેનોૅ સંબોધન સાથેના તેમના પ્રવચનથી વધુ જાણીતા બનેલ અને તે ભાષણ દ્વારા શિકાગો ખાતે વિશ્વ ધર્મ પરિષદમાં સન ૧૮૯૩માં હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કર્યુ હતું તેવા ભારતના પ્રથમ રાષ્ટ્રનિર્માતાઓ પૈકીના એક સ્વામી વિવેકાનંદજીની ૧૬૩પ્રમી જન્મજયંતિ નિમિતે આજ તા.૧૨ના તેઓની કોટેચા ચોક, કાલાવડ રોડ ખાતે આવેલ પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી, પદાધિકારીઓ તથા હોદેદારો દ્વારા મસ્તક નમન કરવામાં આવેલ.આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ડૉ.માધવ દવે, મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, ડૉ.દર્શિતાબેન શાહ, ભાનુબેન બાબરીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા, શહેર ભાજપ મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, કોર્પોરેટર વિનુભાઈ સોરઠીયા, જીતુભાઈ કાટોડીયા, મગનભાઇ સોરઠીયા, ચેતનભાઈ સુરેજા, કંકુબેન ઉઘરેજા, પ્રીતિબેન દોશી, ડૉ.દર્શનાબેન પંડ્યા, દક્ષાબેન વસાણી, શહેર ભાજપ મહિલા મોરચા પ્રમુખ કિરણબેન માકડીયા, શહેર ભાજપ યુવા મોરચા પ્રમુખ કિશનભાઈ ટીલવા, વોર્ડના હોદેદારો અને અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહેલ
(3:50 PM IST)










