<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th January 2026

વડાપ્રધાન નરેન્‍દ્રભાઇનું સ્‍વાગત કરતા ઠાકર - રાદડીયા સહિતના પદાધિકારીઓ

રાજકોટ : ‘વાઇબ્રન્‍ટ ગુજરાત ગ્‍લોબલ ઇન્‍વેસ્‍ટર્સ સમીટ' એ વૈશ્વિક રોકાણકારોનું શિખર સંમેલન છે, જે રાજ્‍ય સરકાર દ્વારા યોજાતા સૌથી મોટા કાર્યક્રમોમાંનું એક છે. દેશના વિકાસને દરેક જિલ્લા અને નાના ઉદ્યોગો સુધી પહોંચાડવા માટે હવે ‘રિજ્‍યોનલ કોન્‍ફરન્‍સ' (પ્રાજેશિક સંમેલનો) શરૂ કરવામાં આવ્‍યા છે, જેના ભાગરૂપે ૨૦૨૬માં ૧૧-૧૨ જાન્‍યુઆરીના રોજ રાજકોટમાં આ શિખર સંમેલનનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે. આ સમાવેશી વિકાસ, આત્‍મનિર્ભરતા અને રોજગારી તરફ લઇ જતા સંમેલનનું ઉદઘાટન ગુજરાતના પનોતા પુત્ર, ભારતદેશના વડાપ્રધાન અને વૈશ્વિક નેતા નરેન્‍દ્રભાઇ મોદી તા.૧૧ રવિવારના રોજ કરવામાં આવ્‍યુ હતુ. વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી સાહેબ રાજકોટ ખાતે યોજાયેલ વાઇબ્રન્‍ટ ગુજરાતના રિજ્‍યોનલ કોન્‍ફરન્‍સના ઉદઘાટન પ્રસંગે પધાર્યા ત્‍યારે તેઓનું ઉષ્‍માપૂર્ણ સ્‍વાગત રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ સહિત સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર, દંડક મનીષ ઠાકર દ્વારા કરવામાં આવ્‍યું હતું. તે વખતની તસ્‍વીરમાં નેતા લીલુબેન જાદવ, મોહનભાઇ કુંડારિયા સહિતના આગેવાનો નજરે પડે છે.

(3:26 PM IST)