<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th January 2026

વિવેકાનંદ યુથ કલબની સેવાયાત્રાના શાનદાર ત્રણ દસકા પૂર્ણઃ નવા વર્ષે રકતદાન - ચક્ષુદાન પ્રવૃત્તિને પ્રાધાન્‍ય અપાશે

 

રાજકોટ તા. ૧૨ : બીન રાજકીય સેવાકીય સંસ્‍થાન વિવેકાનંદ યુથ કલબે વિવેકાનંદજીના જન્‍મ દિવસે સેવાયાત્રાના ૩૦ વર્ષ પૂર્ણ કરી ૩૧માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. ત્‍યારે ખાસ કરીને નવા વર્ષે રકતદાન ચક્ષુદાન પ્રવૃત્તિ પર વિશેષ ધ્‍યાન અપાશે તેવો નિર્દેશ સંસ્‍થાના આગેવાનોએ આપ્‍યો છે.

ત્રણ દાયકાની આ સેવા યાત્રાની વિગતો ‘અકિલા' ખાતે વર્ણવતા સંસ્‍થાના આગેવાનોએ જણાવ્‍યુ હતુ કે આ સંસ્‍થા સમાજ માટે કઇક કરી છુટવાની ભાવનાથી કામ કરે છે.

સૌરાષ્‍ટ્રના પાટનગર રાજકોટ ખાતે કાર્યરત આ સંસ્‍થાની અવિરત સેવા પ્રવૃત્તિની નોંધ લઇ રાજય સરકાર દ્વારા પૂ. મોરારીબાપુ અને દિવંગત લોક સેવક પૂ. માનભાઇ ભટ્ટની ઉપસ્‍થિતિમાં ૨૦૦૧ની સાલમાં ગુજરાત રાજયના તત્‍કાલીન રાજયપાલ સુંદરસિંહજી ભંડારીના હસ્‍તે શ્રેષ્‍ઠ સેવા સંસ્‍થાનો એવોર્ડ એનાયત કરાયો હતો.

સંસ્‍થાની પ્રવૃત્તિઓ જોઇએ તો શૈક્ષણિક ક્ષેત્રે સરકારી પ્રાથમિક અને માધ્‍યમિક શાળામાં અભ્‍યાસ કરતા બાળકોના સર્વાંગી વિકાસ માટે શારિરિક અને બૌધ્‍ધિક સ્‍પર્ધાઓ, છાત્ર સત્‍કાર સમારંભ, વિનામુલ્‍યે નોટબુક વિતરણ, શ્રેષ્‍ઠ શિક્ષક સન્‍માન, બાલ મહોત્‍સવ, રાસ ગરબા હરીફાઇ જેવા કાર્યક્‍મો તેમજ દર ગુરૂવારે દાતાઓના સહયોગથી શાળાના છાત્રોને નાસ્‍તાનું વિતરણ કરવામાં આવે છે.

સામાજીક પ્રવૃત્તિમાં જન્‍માષ્‍ટમી અને દિવાળી જેવા તહેવારોમાં જરૂરતમંદ પરિવારોને મીઠાઇ, ફરસાણ તેમજ અનાજ, દવા સહાય, વિધવા બહેનોને સિલાઇ મશીન, વિકલાંગોને ટ્રાયસિકલ વિતરણ જેવી સેવા ચલાવવામાં આવે છે.

રચનાત્‍મક પ્રવૃત્તિમાં વૃક્ષારોપણ અને તેની જાણવણી, સમયાંતરે ૧૧ કુંડી ગાયત્રી મહાયજ્ઞ, હેરીટેજ વોક, બાળક તંદુરસ્‍તી હરીફાઇ, મોક ઇન્‍ટરવ્‍યુ, કવિ સંમેલન, પુસ્‍તક પ્રદશૃન જેવા કાર્યક્રમો ગોઠવવામાં આવે છે.

જીવદયા પ્રવૃત્તિના ભાગરૂપે પક્ષીને ચણ, શ્વાનોને દુધ, કીડીને કીડીયારૂ પુરવામાં આવે છે.

કલા સાહિત્‍ય, સંગીત, પત્રકારત્‍વ અને રમત ગમત જન સેવા સહીતના ક્ષેત્રે વિશિષ્‍ટ યોગદાન આપનારા ઘરદીવડાઓનું રાજકોટ રત્‍ન એવોર્ડની સન્‍માન કરવામાં આવે છે.

હાલના સમયની જરૂરીયાત ગણાતા રકતના અભાવને પહોંચી વળવા રકતદાન કેમ્‍પ,  બ્‍લડ ગ્રુપીંગ કેમ્‍પ, સેન્‍યુરીયન બ્‍લડ ડોનર સન્‍માન, રકતદાતા સન્‍માન, કપલ રકતદાતા સન્‍માન કરવામાં આવે છે. બ્‍લડ બેંકોની મુલાકાત લઇ તેની સેવાઓને બિરદાવવામાં આવે છે.

ચક્ષુદાન - દેહદાન પ્રવૃત્તિને વેગ આપવા લોકોમાં જનજાગૃતિના કાર્યક્રમો ગોઠવવામાં આવે છે. થેલેસમીયા સામે અવેરનેસ લાવવા પદયાત્રા કરી પત્રિકા વિતરણ, થેલેસેમીયા ટેસ્‍ટ માટેના કેમ્‍પ કરવામાં આવે છે.

એટલુ જ નહીં જન સમાજને સ્‍પર્શતા એસ.ટી., રેલ્‍વે, હોસ્‍પિટલ કે મહાનગરપાલિકાને લગતા પ્રાથમિક સુવિધા અંગેના પ્રશ્‍નો હોય તો તે અંગે રજુઆત કરવાનો શ્રમ પણ આ સંસ્‍થા કરી બતાવે છે.

સંસ્‍થાના ફ્રેન્‍ડ ફિલોસોફર ગાઇડ તરીકે મુકેશભાઇ દોશી, કિરીટભાઇ આદરોજા, જેન્‍તીભાઇ પટેલ, ગીરીશભાઇ કડવાણી, ગૌરાંગ ઠકકર, કિરીટભાઇ સી. પટેલ, નિલેશભાઇ પંડયા, હરેનભાઇ મહેતા, વસંતભાઇ ગાદેશા, નિદત બારોટ, હરદેવસિંહ જાડેજા, રમેશભાઇ ભાયાણી સહીતનાનો સહયોગ મળે છે.

ઉપરાંત સંસ્‍થાની પ્રવૃત્તિને વેગવાન બનાવવા અનુપમભાઇ દોશી, પંકજ રૂપારેલીયા, હસુભાઇ શાહ, જનાર્દનભાઇ આચાર્ય, સુનિલ વોરા, નલિન તન્‍ના, ઉપેનભાઇ મોદી, મિતલ ખેતાણી, જયેન્‍દ્રભાઇ મહેતા, દિનેશભાઇ ગોવાણી, પરિમલભાઇ જોષી, વિપુલભાઇ ભટ્ટ, મહેશ જીવરાજાની, જીતુ ગાંધી, રમેશ શિશાંગીયા, મહેશભાઇ વ્‍યાસ, ઉપમન્‍યુભાઇ રાવલ, હસુભાઇ રાચ્‍છ, ચેતન મહેતા, ભનુભાઇ રાજયગુરૂ, ભાસ્‍કરભાઇ પારેખ, અજીતભાઇ દેસાઇ, નૈસધભાઇ વોરા, કિશોર ટાકોદરા, નયન ગંધા, ગોપાલ વ્‍યાસ, હિરેનભાઇ મહેતા, સાવન વાજા, આર. ડી. જાડેજા, અનિલ ધોળકીયા, દક્ષિણ જોશી, નટવર આહલપરા, શરદભાઇ દવે, સુરેશભાઇ બાટવીયા, હિતેશભાઇ બાલાજી, મહેશ પરમાર, રાજદીપ શાહ, રાહુલભાઇ ગોહેલ, કેતન મેસવાણી, પ્રવિણ હાપલિયા, કમલેશ ટોલિયા, બીપીનભાઇ મહેતા, દિનેશભાઇ મોદી, પ્રવિણભાઇ પરસાણા, અરૂણ નિર્મળ, વિજય ઓઝા, કે. સી. પંડયા, વસંત વાગડીયા, ઉપેન ભીમાણી, ઉદયભાઇ ગાંધી, સંજય ગાંગાણી, ભરતભાઇ સુરેલીયા, ભાવેશભાઇ શેઠ, વિજય કુંભાણી કાર્યરત છે.તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે સંસ્‍થાની સેવાયાત્રાની વિગતો વર્ણવતા અનુપમભાઇ દોશી (મો.૯૪૨૮૨ ૩૩૭૯૬), પંકજભાઇ રૂપારેલીયા, જયેન્‍દ્રભાઇ મહેતા, ઉપમન્‍યુભાઇ રાવલ નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(3:18 PM IST)