News of Monday, 12th January 2026
શહેરમાં સતત બીજા અઠવાડીયે મચ્છરજન્ય રોગનો કેસ નહિ ! શરદી-તાવ- ઉધરસ- ઝાડા- ઉલ્ટીના ૨૦પર દર્દી
મનપા દ્વારા ૧૭૩૪૨ ઘરોમાં પોરાનાશક કામગીરી તથા ૬૦૩ રહેણાંકોમાં ફોગીંગ કરાયાનો દાવોઃ મચ્છર ઉત્પતિ સબબ ૧૯૭ ને નોટીસ

રાજકોટ, તા., ૧૨: શહેરમાં મિક્ષ ઋતુ વચ્ચે રોગચાળાનો પગપેસારો થોડો ઘટયો છે. મનપાના આરોગ્ય વિભાગમાં આ સપ્તાહે શરદી, તાવ, ઝાડા, ઉલ્ટીના ૨૦૫૨ થી વધુ દર્દી નોંધાયા છે. મચ્છરજન્ય રોગના કેસ નોંધાયા નથી. આ અંગે મ્યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા.૫ થી ૧૧ જાન્યુ. સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.
શરદી તાવના ૨૦૫૨ થી વધુ કેસ
શહેરમાં શરદી-ઉધરસના કેસ ૧૦૮૩ તેમજ સામાન્ય તાવના ૭૨૫ અને ઝાડા ઉલ્ટીના કેસ ૨૪૨ તથા કમળાના ર સહિત કુલ ૨૦૫૨ થી વધુ દર્દીઓ નોંધાયા હતા. જયારે સીઝનમાં શરદી-ઉધરસના કેસ ૨૨૧૪ તેમજ સામાન્ય તાવના ૧૫૧૮ અને ઝાડા ઉલ્ટીના કેસ ૪૫૪ તથા ટાઇફોઇડના ૧ તેમજ કમળાના ૪ કેસ નોંધાયા છે.
મચ્છર ઉત્પતિ સબબ ૧૯૭ને નોટીસ
રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનીષ્ટ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૧૭૩૪૨ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા ૬૦૩ ઘરોમાં ફોગીંગ કામગીરી કર્યાનો દાવો કર્યો છે. આ કામગીરી હેઠળ રહેણાંક સિવાય અન્ય ૨૯૬ થી વધુ સ્થળોએ મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ દેખાતા ૧૯૭ લોકોને નોટીસ આપવામાં આવી હતી. (૪.૧૩)
(3:03 PM IST)










