<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th January 2026

મનપામાં સાંસ્‍કૃતિક વિકાસ વિભાગ દ્વારા છેલ્લા પાંચ વર્ષની ખર્ચની રકમ કેટલી?

ટાઉન પ્‍લાનીંગ દ્વારા અપાયેલ ૮ બાંધકામોને કમ્‍પલીશન બાદ કેટલી રકમ જમા થઇ?

રાજકોટ તા.૧૨: મનપાના આગામી તા.૨૦ના રોજ મળનાર જનરલ બોર્ડમાં વિપક્ષીનેતા વશરામભાઈ સાગઠીયા દ્વારા પ્રશ્ન પૂછવામાં આવેલ છે.

જેમાં રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્‍લાનિંગ વિભાગ માં તા.૧૧નવેમ્‍બર ૨૦૨૫ સુધીમાં કુલ જુદા જુદા વોર્ડમાંથી ૪૯ બિલ્‍ડીંગની સ્‍થળ ચકાસણી પૂરી કરી હતી તે પૈકી આઠ બાંધકામોને ભોગવટા પરવાનગી આપવાની અનુમતિ આપે આપેલ છે તો તેમાંથી કેટલા બાંધકામોના પૈસા ભરાયા અને જો નથી ભર્યા તો તેની સામે આપે શું શું પગલાં લીધા અને જો આપે પગલાં ન લીધા હોય તો ભવિષ્‍યમાં પગલાં લેવા માંગો છો કે નહીં.

જયારે તા. ૧૨ નવેમ્‍બરથી ૧૨ જાન્‍યુઆરી ૨૦૨૬ સુધીમાં ફ્‌લાવર બેડના કારણે ભોગવટા પરવાનગી કેટલી બિલ્‍ડિંગોને આપી ૯૯ પરવાનગી જે સ્‍થગિત છે તેમાં આપે કયા કયા પગલાં લીધા નવી અરજીઓ કેટલી આવી! નામદાર રાજ્‍ય સરકાર શ્રી તરફથી બિલ્‍ડીંગ પ્રોજેક્‍ટમાં ફ્‌લાવર બેડ બાલકની વગેરે પ્રકારના આર્કિટેક્‍ચરલ પ્રોજેક્‍શન બાબત જે હુકમ થયો તેમાં ફાયદો કોને થયો?  કોર્પોરેશન પગલા લેતી નથી બિલ્‍ડરો નાણા ભરતા નથી અને અંતે તો પ્રજા કે જેને ફ્‌લેટ લીધા છે તે પીસાઈ રહ્યા છે લોન મળવામાં તકલીફ છે કમ્‍પ્‍લેશન નથી તો અન્‍ય કેટલીક પ્રકારની મુશ્‍કેલીઓ પ્રજા ભોગવી રહી છે તેની સામે કોઈ કાર્યવાહી કાયદેસરની થશે કે નહીં

રાજકોટ મહાનગરપાલિકાના સાંસ્‍કળતિક વિકાસ વિભાગ દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં કેટલો ખર્ચ કરવામાં આવ્‍યો કયા હેતુસર કેટલી રકમનો ખર્ચ થયો તેમાં સ્‍ટેન્‍ડિંગ કમિટીમાં મંજૂરી લેવાપાત્ર ખર્ચ કેટલો અને સામાન્‍ય સભામાં મંજૂરી લેવાપાત્ર ખર્ચ કેટલો ખર્ચને મંજૂરી લેવામાં આવી છે કે નહીં દરેક ખર્ચ મંજૂરીની તારીખ સહિતની વિગતો આપવી  તા.૧૨ જાન્‍યુ.ના રોજ રાજકોટમાં  સ્‍વર્ણિયમ ગ્રાન્‍ટ કેટલી છે ચાલુ વર્ષ  દરમિયાન કેટલી ગ્રાન્‍ટ આવી કયાં કયાં ખર્ચ કર્યો ચૂકવવાના બાકી કેટલા છે બજેટમાં દર્શાવ્‍યા મુજબની ગ્રાન્‍ટ મળી છે કે કેમ ન મળી હોય તો તેના કારણો આપો. કયારે મળશે જેવા સવાલો પુછવામાં આવ્‍યા છે

 

(2:55 PM IST)