તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 10th January 2026
સોમનાથ ટ્રેનને પ્રસ્થાન કરાવતા ત્રિકમભાઇ છાંગા

રાજકોટઃ સોમનાથ સ્વાભિમાન પર્વ-૨૦૨૬ અંતર્ગત સોમનાથ સ્વાભિમાન પર્વને ઉજાગર કરવા ભાવિક ભકતોની ટ્રેનને પ્રસ્થાન કરવામાં આવેલ. આ પ્રસંગે રાજયકક્ષાના શિક્ષણ મંત્રી ત્રિકમભાઇ છાંગા, શહેર પ્રમુખ ડો. માધવ દવે, મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, પૂર્વ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, મેયર નયનાબેન પેઢડીયા, મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા, દંડક નેતા મનીષ રાડીયા, પુર્વ મેયર ડો. પ્રદિપ ડવ, શહેર ઉપપ્રમુખ રાજાદિપસિંહ જાડેજા, હિતેષભાઈ ઢોલરીયા, જયેશભાઇ ઉપાધ્યાય, હેમુભાઇ પરમાર, જીજ્ઞેશભાઇ જોષી વિ. ઉપસ્થિત રહેલ. સહ કાર્યાલય મંત્રી શૈલેષભાઈ દવેના માર્ગદર્શન હેઠળ સોમનાથ ખાતે જતા ભાવિક ભકતો માટે બેનર, કાર્ડ અને પાણી-નાસ્તા માટે કાર્યાલયના ચેતન રાવલ, અજય, ભાવિન સહિતનાઓ એ જહેમત ઉઠાવી હતી.
(3:46 PM IST)










