<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th January 2026

જયંતિ રાજકોટીયા સામે FIR દાખલ કરો

 

 કરોડોના કૌભાંડકાર મોરબી જિલ્લા પ્રમુખ જયંતિ રાજકોટીયા સામે કરોડોના કૌભાંડ સબબ એફઆઇઆર દાખલ કરવા કોંગ્રેસ પ્રતિનિધિ મંડળ દ્વારા જામનગર રોડ ખાતેની પોલીસ મહાનિરીક્ષકશ્રીની કચેરી રાજકોટ વિભાગ, રાજકોટને લેખિત આવેદનપત્ર સુપ્રત કરવામાં આવેલ હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી જસવંતસિંહ ભટ્ટી, શહેર કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અતુલ રાજાણી, એડવોકેટ અશોકસિંહ વાઘેલા, પ્રદેશ કોંગ્રેસ આગેવાનો ડી. પી. મકવાણા, ગોપાલભાઈ અનડકટ ઉપસ્‍થિત રહ્યા હતા, તેમ જસવંતસિંહ ભટ્ટી (મો.  ૯૮૨૫૨ ૨૨૦૨૨) ની યાદિ જણાવેલ.

(3:41 PM IST)