News of Saturday, 10th January 2026
ટ્રમ્પની ટેરીફ ગેઇમઃ શેરબજાર તળિયેઃ નિષ્ટી તથા સેન્સેક્સાના બધા જ ઇન્ડાઇસીસમાં તીવ્ર ઘટાડો
રોકાણકારોના લાખો કરોડ રૂપિયાનું ધોવાણઃ સોના-ચાંદીમાં તેજીએ માઝા મૂકી

રાજકોટઃ તા.૧૦, અમેરિકન પ્રેસીડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જે રીતે આક્રમક જાહેરાતો-પગલાઓ લેવાઈ રહ્યા છે. તેની અસર વિશ્વભરના દેશોમાં અનેક પ્રકારે જોવા મળી રહી છે. વેનિઝુએલા ના પ્રમુખ નું અપહરણ અને વેનિઝુએલા પર કબજા ને વિશ્વના અમુક દેશોએ વખોડી કાઢ્યું છે. તો અમુક દેશોએ અમેરિકાને ટેકો પણ જાહેર કર્યો છે.આ ઉપરાંત જે રીતે રશિયા-યુક્રેન નો પ્રશ્ન સળગતો છે. જેની આડકતરી અસર ભારત પર પણ જોવા મળી રહી છે.રશિયા પર દબાણ લાવવા ડોનાલ્ડ ટ્રમ્પ ભારતને રશિયા થી ક્રૂડ આયાત બંધ કરવા માટે જે રીતે દબાણ કરી રહ્યા છે. તેનું પરિણામ તો જે આવવું હોય તે આવે પરંતુ શેરબજારની હાલત ખૂબ જ ખરાબ થઈ રહી છે.જો કે એવું પણ બને કે આ તીવ્ર દ્યટાડો ટૂંક સમય માટે જ હોય અને ભવિષ્યમાં રિકવરી આવી શકે, પણ અત્યારે તો નિફ્ટી-સેન્સેક્સ ના બધા જ ઇન્ડાઇસીસ માં દ્યટાડો જોવા મળી રહ્યો છે. રોકાણકારોને નુકસાન થઈ રહ્યું છે.
ટૂંક સમયમાં કેન્દ્રીય બજેટ છે. રોકાણકારોને આશા છે કે શેરબજારના ટ્રેડિંગ અને ઇન્વેસ્ટમેન્ટ પર આ કેન્દ્રીય બજેટમાં ખાસ કરીને લાંબા ગાળાના રોકાણ પર અને ટૂંકા ગાળાના રોકાણ પર ટેક્સમા છૂટ મળે અને સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સને નાબૂદ કરવામાં આવે.શક્યતા ખૂબ જ ઓછી છે પણ જે રીતે ટ્રમ્પ ની ટેરીફ વોર ચાલી રહી છે,તેનો શિકાર નિકાસકારો બની રહ્યા છે. ઉપરાંત આડકતરી અસર શેરબજાર પર પણ તીવ્ર જોવા મળી રહી છે તે જોતાં રાહતની અપેક્ષા છે.
ગત સપ્તાહના પાંચ ટ્રેડિંગ સેશનમાં જ આશરે ૨૧૦૦ પોઇન્ટનો દ્યટાડો સેન્સેક્ષ માં તેમજ ૬૦૦ પોઇન્ટનો દ્યટાડો નિફ્ટીમાં જોવા મળ્યો છે.ટ્રમ્પ દ્વારા ૫૦૦ ટકા ટેરિફ લગાવવામાં આવશે તેવી જાહેરાત ને પગલે આટલો તીવ્ર દ્યટાડો શેરબજારમાં જોવા મળ્યો છે. બીજી બાજુ સોના-ચાંદીમાં વૈશ્વિક સટ્ટો ગૂંથાયો છે. વિશ્વભરના સટોડીયા ઓએ ચાંદીને બાનમાં લીધી છે અને આ સટ્ટામાં અનેક માલામાલ થયા છે,તો અનેક પાય માલ પણ થયા છે. વિદેશી નાણાકીય સંસ્થાઓની સતત વેચવાલી ને કારણે શેરબજારનું મોરલ ખરડાયું છે, તો રૂપિયો પણ તૂટતો જાય છે તેની અસર પણ બજાર પર જોવા મળી છે.
શેરબજારના નિષ્ણાંત પરેશભાઈ વાદ્યાણીના જણાવ્યાનુસાર શેરબજારની હાલત તો એવી છે કે ૫૦૦ ટકા ટેરીફ લાગે કે ન લાગે પરંતુ અત્યારે તો શેરબજાર એવી રીતે જ રિએક્ટ કરી રહ્યું છે કે ટ્રમ્પ દ્વારા વધુ ટેરીફ ભારત-ચીન પર લગાવવામાં આવશે અને રોકાણકારોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. કદાચ એવું પણ બને કે સોના-ચાંદીનો સટ્ટો પૂરો થશે અને શેરબજારમાં ફરીથી તેજી શરૂ થશે.જો કે આ બધી વાતનો જવાબ આગામી દિવસોમાં મળી જશે.
(3:41 PM IST)










