<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th January 2026

કેતનભાઈ સંઘવી, નીલભાઈ મહેતા તથા અજીતભાઈ જૈનને કાલે બેંગ્‍લોર ખાતે જીવદયા રત્‍ન એવોર્ડ અપાશે

અહિંસા ક્રાંતિ ન્‍યુઝ દ્વારા ગુજરાતમાંથી ૩ લોકોની પસંદગી : તમામ રાજકોટના

રાજકોટ, તા.૧૦: બેંગ્‍લોર,  ખાતે તાજેતરમાં ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયમાં નોંધાયેલા અહિંસા ક્રાંતિ અખબાર દ્વારા કાલે તા.૧૧ જાન્‍યુઆરીના રોજ સવારે ૧૦ કલાકે ટાઉનહોલમાં ધાર્મિક અને સામાજિક કાર્યકરો માટે સન્‍માન સમારોહનું આયોજન કરવામાં આવ્‍યું છે.

કાર્યક્રમના સંયોજક આશિષ બાફનાએ જણાવ્‍યું હતું કે આ પ્રસંગે બેંગલુરુ અને મૈસુરના લગભગ સો લોકોને એવોર્ડ આપવામાં આવશે. આ કાર્યક્રમમાં સાંસદ તેજસ્‍વી સૂર્યા, ટીવી કલાકાર શરદ સાંખલા, શ્રીધર, ડો. અજ્ઞાનપ્‍પા, અભિનેત્રી રૂપશ્રી મુખ્‍ય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહેશે.

મુકેશ નાહર, અભિષેક જૈન, કમલ બૈંદ, સુરેન્‍દ્ર મુનોત, ગૌતમચંદ ધારીવાલ, કેતન સંઘવી, સતીશચંદ લુણાવત વગેરે કાર્યક્રમની તૈયારીઓમાં વ્‍યસ્‍ત છે

યુવા જૈન અગ્રણી અને જીવદયાપ્રેમી કેતનભાઈ સંઘવી તથા નીલભાઈ મહેતાને જીવ દયા રત્‍ન એવોર્ડ અને અજીતભાઈ જૈનને  ભામાશા એવોર્ડ થી  સન્‍માન-૨૦૨૬ થી એનાયત કરીને સન્‍માનિત કરવામાં આવશે. તેઓ ગૌવંશને કતલખાને ધકેલાતા બચાવવા સહિતનું કાર્ય કરે છે. અગાઉ પણ અનેક નામી-અનામી સંસ્‍થાઓ દ્વારા તેમને પુરસ્‍કારો અને એવોર્ડ આપીને સન્‍માનિત કરવામાં આવ્‍યા છે

(3:39 PM IST)