<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th January 2026

માધાપરમાં ગૃહકલેશને લીધે વિપુલનો ફાંસો ખાઇ આપઘાત

બે સંતાને પિતાનું છત્ર ગુમાવ્‍યોઃ મુળ મહેસાણા વીસનગરનો યુવાન છ મહિનાથી અહિ રહેતો હતો

 

રાજકોટ તા. ૧૦: માધાપર ગામમાં રહેતાં મુળ મહેસાણાના વિપુલભાઇકાંતિભાઇ ઠાકોર (ઉ.વ.૩૦) નામના યુવાને સવારે પંખામાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ તબિબે મૃત જાહેર કરતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

આપઘાત કરનાર વિપુલભાઇ મુળ  મહેસાણા વિસનગરનો વતની હતો. અહિ પત્‍નિ કૈલાસબેન અને બે દિકરા સાથે છ મહિનાથી રહેતો હતો અને કારખાનામાં મજૂરી કરતો હતો. પતિ-પત્‍નિ વચ્‍ચે કલેશ થતાં આ પગલુ ભરી લીધાનું જણાવાયું હતું. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં ગાંધીગ્રામ પોલીસે કાર્યવાહી કરી હતી.

(3:14 PM IST)