<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th January 2026

કણકોટના અલખધણી આશ્રમમાં વૃધ્‍ધની ફાંસો ખાઇ આત્‍મહત્‍યા

ચારેક વર્ષથી અહિ રહી ગાયોની સેવા કરતાં હતાં

રાજકોટ તા. ૧૦: કણકોટના કૃષ્‍ણનગરમાં આવેલા અલખધણી આશ્રમમાં રહેતાં ૬૭ વર્ષના રણછોડભાઇ ગોરધનભાઇ મોરડીયા-પટેલ નામના વૃધ્‍ધે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

ઘટનાની જાણ ૧૧૨ને થતાં એએસઆઇ દીપકભાઇ પંડીતે તાલુકા પોલીસને જાણ કરતાં હેડકોન્‍સ. નિલેષભાઇ ચાવડા, રાઇટર શિવરાજસિંહ સહિતે પહોંચી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનારા વૃધ્‍ધ ચારેક વર્ષથી અહિ રહેતાં હતાં અને ગાયોની સેવા કરતાં હતાં. ગાયોના નીરણના ગોડાઉનમાં તેણે લોખંડના એંગલમાં લટકીને આ પગલુ ભર્યુ હતું. આ વૃધ્‍ધના પરિવારજનો ૮૦ ફુટ રોડ ગ્રીનસીટીમાં રહે છે. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. પોતે આશ્રમમાં જ રહી સેવા કરતાં હતાં. કારણ જાણવા પોલીસે તપાસ યથાવત રાખી છે

(3:05 PM IST)