તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 10th January 2026
૧૬ વર્ષની બાળા ઘરેથી નીકળ્યા બાદ ગૂમઃ અપહરણનો ગુનો
આજીડેમ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં બનાવં: અજાણ્યા શખ્સ સામે ફરિયાદ દાખલ કરી તપાસ

રાજકોટ તા. ૧૦: શહેરમાંથી વધુ એક સગીરા ગુમ થઇ છે. આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સગીર વયની કિશોરી ગુમ થતાં઼ કોઈ અજાણ્યો શખ્સે લલચાવી-ફોસલાવી અપહરણ કરી ગયાની તેણીના પિતાની ફરિયાદ પરથી આજીડેમ પોલીસે ગુનો દાખલ કર્યો છે.
આ બનાવ તા. ૮ના બપોરે દોઢથી બે વચ્ચે બન્યો હતો. કિશોરી ઘરની બહાર કામ અર્થે નીકળી હતી, પરંતુ લાંબા સમય સુધી પરત ન ફરતા પરિવારે શોધખોળ શરૂ કરી હતી. આજુબાજુના વિસ્તારો અને સંબંધીઓને ત્યાં તપાસ કરવા છતાં કિશોરીની કોઈ ભાળ મળી ન હતી. આથી પિતાએ બીજા દિવસે પોલીસને જાણ કરી હતી. સગીર ગુમ થવાના કિસ્સામાં નિયમ અનુસાર પીઆઇ એ. બી. જાડેજાએ અજાણ્યા સામે ૧૬ વર્ષની સગીરાને લલચાવી ફોસલાવી ભગાડી જવાનો ગુનો દાખલ કરાવતાં પીએસઆઇ પી. એચ. પંઢેરીયાએ તપાસ હાથ ધરી છે.
અપહરણ થયું તે સગીરાની ઉંચાઇ આશરે સાડા ચાર ફુટ છે અને તેણી વાને ઘઉંવર્ણની છે. ગુમ થયા સમયે તેણે મરૂન રંગનો ડ્રેસ અને કાળા રંગની લેગીસ પહેરેલી હતી. પોલીસ વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કરીને કિશોરીને હેમખેમ પરત લાવવા અને આરોપીને ઝડપી પાડવા પ્રયાસ કરી રહી છે
(4:13 PM IST)










