<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th January 2026

છુટાછેડા બાદ દિકરાનો કબ્‍જો પતિ પાસે હોઇ ચિંતામાં રણુજાનગરમાં નયનાબેનનો આપઘાત

ગળાફાંસો ખાઇ લીધોઃ પ્રથમ લગ્ન મોરબી થયા હતાં: છુટુ કર્યા બાદ હાલ બીજા યુવાન સાથે મૈત્રી કરાર કરીને રહેતી હતી

રાજકોટ તા. ૧૦: કોઠારીયાના રણુજાનગર શેરી નં. ૨માં રહેતી નયનાબેન વિશાલભાઇ કુબાવત (ઉ.વ.૨૫) નામની યુવતિએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. છુટાછેડા બાદ દિકરાનો કબ્‍જો પ્રથમ પતિને તેણીએ સોંપી દીધો હોઇ હવે દિકરાની યાદ આવતી હોઇ ચિંતા થતી હોઇ તેના કારણે પગલુ ભર્યાનું પોલીસની તપાસમાં ખુલ્‍યું હતું.

નયનાબેને સાંજે ગળાફાંસો ખાઇ લેતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. અહિ સારવરા દરમિયાન મોત થયું હતું. તેણીને હોસ્‍પિટલે લાવનારા  વિશાલભાઇ નામના વ્‍યક્‍તિએ નયનાબેનના પતિનું નામ રાજેશભાઇ લખાવ્‍યું હતું. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં આજીડેમ પોલીસ સ્‍ટેશનના એએસઆઇ જે. કે. કુરીયા સહિતે હોસ્‍પિટલ ખાતે પહોંચી કાર્યવાહી કરી હતી.

પોલીસ તપાસમાં ખુલ્‍યું હતું કે નયનાબેનના પ્રથમ પતિ રાજેશભાઇ સાથે ૨૦૨૫માં છુટાછેડા થઇ ગયા હતાં. તેના થકી જન્‍મેલા બાળકનો કબ્‍જો પ્રથમ પતિ રાજેશભાઇને સોંપાયો હતો. હાલ નયનાબેન વિશાલભાઇ વલ્લભભાઇ કુબાવત સાથે મૈત્રી કરાર કરીને રહેતી હતી. પ્રાથમિક તપાસમાં ખુલ્‍યા મુજબ તેણીને દિકરાની યાદ આવતી હોઇ તેની ચિંંતમાં રહેતી હતી. આ કારણે પગલુ ભર્યુ હતું. વિશેષ તપાસ યથાવત રખાઇ છે.

(1:54 PM IST)