<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th January 2026

ન્‍યારા સદ્‌ગુરૂદેવ ધ્‍યાન મંદિર ટ્રસ્‍ટ દ્વારા યોજાયેલ રામચરિત સમુહ પાઠ અને ભાગવત કથાની પૂર્ણાહુતિ

કથાના આયોજન દરમ્‍યાન પ્રાસંગિક ઉત્‍સવોની ધામધૂમ પૂર્વ ઉજવણી કરાઇ : શ્રી મીરાબેન ભટ્ટ અને શ્રી શ્‍યામસુંદરદાસજીની મધુર વાણીનો મોટી સંખ્‍યામાં લોકોએ લાભ લીધો : ટ્રસ્‍ટીઓ એડવોકેટ લલિત શાહી વિગેરે દ્વારા યાદગાર પ્રસંગની ભવ્‍ય ઉજવણી બાદ ગઇકાલે શુક્રવારે કથાની પૂર્ણાહૂતિ કરાઇઃ રોજે રોજ મહાપ્રસાદ, આરતી, પૂજન, રાસલીલાના ભવ્‍ય કાર્યક્રમોની ઉજવણીથી રામજન્‍મ-કૃષ્‍ણજન્‍મ સહિતના પ્રસંગો દિપી ઉઠયા

રાજકોટ, તા. ૭ :  રાજકોટ શહેરની ભાગોળે આવેલ ન્‍યારા ગામે શ્રી સદ્‌્‌ગુરૂ ધ્‍યાનમંદિર ટ્રસ્‍ટ દ્વારા પરમપુજય શ્રી રણછોડદાસજી મહારાજની અસીમ કૃપાથી ગત તા. ૩૧ ડીસેમ્‍બરથી શ્રી રામ ચરિત માનસ સમુહ પાઠ અને ભાગવત કથાનું આયોજન કરવામાં આવેલ  જેની ગઇકાલે પૂર્ણાહુતિ થયેલ હતી.

આ કાર્યક્રમમાં શ્રી રામચરિત માનસ સમુહ પાઠનું પઠન વ્‍યાસપીઠ ઉપરથી વિદ્વાન રામાયણી શ્રી શ્‍યામસુંદરદાસજી મહારાજની સંગીતમાં મધુરશૈલીમાં સમુહપાઠ કરી રહ્યા છે. જયારે શ્રીમદ ભાગવત કથાનું વ્‍યાસપીઠ ઉપરથી કથાકાર પુજયશ્રી મીરાબેન ભટ્ટની મધુરવાણીમાં કથાનું વાંચન થઇ રહ્યું હતું.

આ કાર્યક્રમમાં બપોરના રોજ મહાપ્રસાદની વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી. આ માટે શ્રી રાજુભાઇ માનસતા હરગોવિંદભાઇ બગડાઇ અને રમેશભાઇ પીપળીયા જહેમત ઉઠાવી રહ્યા છે. તેમજ તેઓની સાથે અન્‍ય ટ્રસ્‍ટીઓ રાજુભાઇ નથવાણી ભાવેશભાઇ, માનસાતા, ભાવેશભાઇ પાબારી ભાવેશભાઇ તન્ના, જતિનભાઇ માનસાતા તેમજ ન્‍યારાની સ્‍થાનિક સમિતિના સભ્‍યો જહેમત ઉઠાવી રહ્યા છે.

ઉપરોકત ત્રણેય મહોત્‍સવ દરમ્‍યાન શ્રોતાગણ ભાવવિભોર થયેલ અને આનંદ સાથે રાસલીલા કરી અને મહોત્‍સવનો આસ્‍વાદ માણેલ હતો.  પાંચમાં દિવસે પૂ. શ્‍યામસુંદર મહારાજશ્રીએ સંગીતભય શૈલીમાં રામાયણનું પઠન કરેલ. દરેક ભકતજનોએ ભાવવિભોર થઇને હર્ષોલ્લાસ સાથે પ્રસંગોની ઉજવણી કરી હતી તેમજ પૂ. જયરામદાસજી મહારાજ, તેમજ મીરાબેન ભટ્ટ ઉપર ગુરૂભકતજનોએ પુષ્‍ય વર્ષા કરી આશીર્વચન મેળવેલ હતા.  શ્રી સદ્‌્‌ગુરૂ ધ્‍યાન મંદિર ટ્રસ્‍ટ - ન્‍યારા દ્વારા આયોજીત શ્રી રામ ચરિત માનસ સમુહ પઠન પુજય વકતા શ્રી શ્‍યામ સુંદરદાસજી મહારાજ દ્વારા સુમધૂર શૈલીમાં ભકતજનોને રસપાન કરાવેલ. તે અંતર્ગત શ્રી રામ અર્ચના પુજન મહોત્‍સવનું આયોજન કરેલ અને પૂજય શ્રી જયરામદાસજી મહારાજના સાનિધ્‍યમાં શ્રી રામ પ્રભુના જયઘોષ સાથે પૂજન વિધિ પવિત્ર બ્રાહ્મણો દ્વારા વિધિવત, શાષાોકત મંત્ર દ્વારા થયેલ અને પૂજય ગુરૂદેવ ત્‍થા ઇષ્‍ટદેવ શ્રી રામપ્રભુની આરતી કરી સમાપન કરેલ.

શ્રી સદ્‌્‌ગુરૂ ધ્‍યાન મંદિર ટ્રસ્‍ટ-ન્‍યારા દ્વારા આયોજીત શ્રી રામ ચરિત માનસ સમુહપઠનના સપ્‍તમ દિવસે વકતા મહોદયશ્રી શ્‍યામ સુંદરદાસજી મહારાજે વાજીંત્ર વૃંદ સાથે શ્રી રામચરીત માનસ સમુહ પઠન કરેલ અને શ્રોતા ગણ ભાવવિભોર થઇ ચોપાઇ ગાન કરી દોહરા ગાયન કરેલ અને પૂજય જયરામદાસજી મહારાજના આશિર્વચન મેળવેલ. ત્‍યારબાદ ભાવિક ભકતોએ મહાઆરતી કરી પ્રસાદ ગ્રહણ કરેલ હતો.  શ્રી સદ્‌્‌ગુરૂ ધ્‍યાન મંદિર ટ્રસ્‍ટ- ન્‍યારા દ્વારા આયોજીત શ્રીમદ્‌્‌ ભાગવત નવાન્‍હ પારાયણ અંતર્ગત સપ્‍તમ દિવસમાં દ્વિતિય સત્રમાં પૂજય વકતા શ્રી મીરાબેન ભટ્ટ દ્વારા ભગવાન શ્રી કૃષ્‍ણ ચરિત્ર વર્ણન કરેલ તેમજ સુદામા ચરિત્ર ગાન કરેલ. આ ચરિત્ર વ્‍યાખ્‍યાન દરમ્‍યાન શ્રોતાગણોની આંખો અશ્રુભીની થયેલ.  સત્ર પૂર્ણ થયે મહારાજશ્રી જયરામ દાસજીબાપુએ ગુરૂભકતોને આશિર્વચન પાઠવેલ અને ગુરૂભકતોએ મહાપ્રસાદ લઇ દિવસની પૂર્ણાહૂતિ કરેલ હતી.

ગઇકાલે શુક્રવારે શ્રી રામચરિત માનસ સમુહપાઠ અને ભાગવત કથાની પૂર્ણાહૂતિ થયેલ હતી.  ન્‍યારા ગામ તેમજ આજુબાજુના ગામો અને રાજકોટના શ્રૌતાગણોએ આ ભવ્‍ય કાર્યક્રમમાં ઉત્‍સાહભેર ભાગ લીધો હતો.

યજ્ઞ પૂર્ણાહુતિ થયા બાદ સર્વ ગુરૂભકતોએ મહાપ્રસાદ લઇ  શ્રી રામ પ્રભુ અને શ્રી કૃષ્‍ણપ્રભુના જયઘોષ સાથે પરાયણનું સમાપન કરેલ હતું.

પૂજય જયરામદાસજી બાપુએ આવા દિવ્‍ય પ્રસંગો ફરી ફરી કરતા રહે તેવા આશિર્વાદ પાઠવેલ.  શ્રી સદ્‌્‌ગુરૂ ધ્‍યાન મંદિર ટ્રસ્‍ટ ન્‍યારા દ્વારા આયોજીતશ્રી રામચરિત માનસ સમુહપઠન ત્‍થા શ્રીમદ ભાગવત નવાન્‍હ પારાયણની આજરોજ મહારાજશ્રી જયરામદાસજી બાપુના આશિર્વચનના તેઓશ્રીની અજ્ઞાનુસાર પંચકુંડી મહાયજ્ઞનું બીડુ હોમ કરી પૂર્ણાહૂતિ કરેલ.

ટ્રસ્‍ટના ચેરમેન શ્રી રાજુભાઇ માનસાતાએ સર્વ કાર્યકરો, સર્વ સવયંસેવકો તથા સર્વ અખબાર ખાસ કરીને ‘‘અીકલા'' દૈનિક તેમજ પૂજય કિરીટભાઇનો ખુબ ખુબ આભાર વ્‍યકત કરેલ.

પંચકુંડી યજ્ઞમાં મુખ્‍ય વિશેષ યજમાન તરીકે રાજકોટના જાણીતા ધારાશાષાી શ્રી લલીતસિંહ શાહી પરિવારે ભાવપૂર્વક લ્‍હાવો લીધેલ.

(1:38 PM IST)