તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 10th January 2026
નભમાં ઉગ્યા પતંગો... ઓપરેશન સિંદુર સહિતના પતંગોએ આકર્ષણ જમાવ્યું : જુઓ વિડિયો
મનપા અને ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના સંયુકત ઉપક્રમે રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે ‘‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ'' યોજાયો પતંગ મહોત્સવના માધ્યમથી રાજયની સંસ્કૃતિ અને પરંપરાઓથી સુવાસ દેશ-વિદેશમાં પ્રસરે છે : ત્રિકમભાઇ છાંગા અવનવા પતંગોથી મઢાયું રાજકોટનું આકાશઃ લોકો ઉમટયા

રાજકોટઃ પહેલાના સમયમાં પતંગ દ્વારા સંદેશાની આપ-લે થતી હતી. જયારે આજના યુગમાં પતંગ ઉડાડવાની પ્રથા મકરસંક્રાતના દિવસ પુરતી સીમિત બની છે. ત્યારે બુધવારે મકરસંક્રાતિના તહેવાર અગાઉ આજે રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે મનપા અને ગુજરાત પ્રવાસન નિગમ લી.ના સયુંકત ઉપક્રમે આંતરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યુંહતું. દેશ- વિદેશના પતંગબાજો દ્વારા અવનવા આકાર- કલરના પતંગોથી રાજકોટનું આકાશ મઢાઇ ગયું હતું. આ પતંગમહોત્સવને રાજકોટના સાંસદ પરસોતમભાઇ રૂપાલાએ ખુલ્લો મુકયો હતો. ઉપરોકત તસ્વીરોમાં પતંગબાજોનું કુમકુમ તિલક કરી સ્વાગત કરાયું હતું, જયારે ગરબાના તાલે વિદેશી પતંગબાજો પણ ડાંડીયા રમ્યા હતા. અન્ય તસ્વીરોમાં વિવિધ પતંગો તથા પતંગબાજો દર્શાય છે. જયારે નિચેની તસ્વીરોમાં પતંગ ઉડાડતા પરસોતમભાઇ રૂપાલા, મનીષભાઇ રાડીયા, નયનાબેન પેઢડીયા, સુરેન્દ્રસિંહ વાળા, લીલુબેન જાદવ, માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા દર્શાય છે. પતંગ મહોત્સવને માણવા શહેરીજનો ઉમટી પડયા હતા. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)(૨.૨૪)
ગુજરાત રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના ભારત દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતનુ પ્રવાસન ક્ષેત્ર આગવું સ્થાન પ્રાપ્ત થાય તે માટે દર વર્ષે રાજ્યના વિવિધ શહેરોમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજવાની શરૂઆત કરવામાં આવેલ હતી. જે મુજબ આ વર્ષે પણ રાજ્ય સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનુ રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે રાજકોટ ખાતે તા.૧૦ શનિવારના રોજ સવારે ૦૯:૦૦ કલાકે કવિ રમેશ પારેખ રંગ દર્શન ઓપન એર થીએટર, રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરેલ. આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં વિવિધ દેશો તથા ભારતના વિવિધ રાજ્યોના પતંગબાજોએ ભાગ લીધો હતો. આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવઙ્ઘનો શુભારંભ મંત્રી અને રાજકોટના સહ પ્રભારી ત્રિકમભાઈ છાંગા સહિતના મહાનુભાવોના હસ્તે કરવામાં આવેલ. આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે મેયર મતી નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેલ.
આ અવસરે મંત્રી અને સહ પ્રભારી ત્રિકમભાઈ છાંગાએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવો યોજાઈ છે અને તેના માધ્યમથી આપણા રાજ્યની સંસ્કળતિ અને પરંપરાઓની સુવાસ દેશ-વિદેશમાં પ્રસરે છે. માત્ર પ્રવાસન જ નહિ પરંતુ ભૌતિક અને સામાજિક તેમજ વ્યાપાર ઉદ્યોગ ક્ષેત્રે પણ ગુજરાતનું નામ વિશ્વમાં વિખ્યાત છે. આ કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોધન કરતા મેયર મતી નયનાબેન પેઢડીયાએ જણાવ્યું હતું કે, મંચસ્થ મહાનુભાવો,દેશ-વિદેશથી પધારેલા મહેમાન પતંગબાજો અને મારા વહાલા રાજકોટવાસીઓ, ૅગગન ગુંજશે હર્ષના નાદે,પતંગ સંગે ઉમંગ જાગે.ૅ આજે રાજકોટનું આકાશ માત્ર પતંગોથી જ નહીં,પણ આપણા ઉત્સાહ અને આપણી અસ્મિતાથી પણ છલકાઈ રહ્યું છે. ઉત્તરાયણનો આ પર્વ એ માત્ર સૂર્યના મકર રાશિમાં પ્રવેશનો ઉત્સવ નથી,પરંતુ તે માનવ મનના ઉચ્ચ વિચારો અને નવી આશાના આકાશમાં ઉડાન ભરવાનો પણ અવસર છે.
આ ઉપરાંત આ કાર્યક્રમમાં સાંસદ પરસોતમભાઇ રૂપાલા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડૉ.માધવભાઈ દવે, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા શ્રીમતી લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા,સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, ગુજરાતના કોષાધ્યક્ષ અને પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયા, ગુજરાત પ્રવાસનના અનિલભાઈ પટેલ, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો, રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી-કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં શહેરીજનો વગેરે ઉપસ્થિત રહેલ.
આ કાર્યક્રમના શુભારંભ પ્રસંગે સાંસ્કળતિક કાર્યક્રમ દ્વારા દેશ-વિદેશના પતંગબાજોનું સ્વાગત કરવામાં આવેલ જેમાં પતંગબાજો પણ મન મુકીને નાચ્યા હતા. આ અવસરે મહાનુભાવોએ દીપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરેલ. શાબ્દિક સ્વાગત સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન જયમીનભાઇ ઠાકર દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમની રૂપરેખા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા આપવામાં આવેલ. રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ, સંગઠનના હોદ્દેદારઓ અને મ્યુનિસિપલ કમિશનરએ મોમેન્ટો આપી મંત્રી અને સહ પ્રભારી ત્રિકમભાઈ છાંગાનું સ્વાગત કરેલ. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પ અને ખાદીના રૂમાલ વડે સ્વાગત શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમના અંતે આભારવિધિ સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા દ્વારા કરવામાં આવેલ.
કયા કયા દેશના લોકો જોડાયા
રાજકોટ : આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૬માં ઓસ્ટ્રેલીયા, બ્રાઝિલ, કોલમ્બિયા, ડેનમાર્ક, સિંગાપોર, થાઈલેન્ડ, સ્વીડન, યુનાઈટેડ કિંગડમ જેવા કુલ-૨૧ દેશો તથા ભારતના મહારાષ્ટ્ર, રાજસ્થાન, બિહાર, ઉડીશા, તામિલનાડુ, સિક્કિમ, વેસ્ટ બેંગાલ જેવા વિવિધ રાજ્યો સહિત ૧૩૫ થી વધુ પતંગબાજોએ ભાગ લીધો હતો જેને નિહાળવા બહોળી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યા હતા.
(3:42 PM IST)










