<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th January 2026

આર.એસ.એસ.શતાબ્‍દી વર્ષઃ સહકાર ભારતીના સ્‍થાપના દિને કાલે રાજકોટમાં ૬ સ્‍થળોએ ભવ્‍ય કાર્યક્રમો

૧૦૦ સ્‍થળોએ ૭૫ વર્ષ જૂની સંસ્‍થાઓનું સન્‍માનઃ આજે પૂર્વસંધ્‍યાએ ‘મુનિમજી' સોફટવેરનું ડેમોન્‍સ્‍ટ્રેશન અને પ્રશિક્ષણ શિબિર

રાજકોટઃ રાષ્ટ્રીય સ્‍વયંસેવક સંઘના શતાબ્‍દી વર્ષની ઉજવણીના ભાગરૂપે, સંઘ પ્રેરિત સંગઠન 'સહકાર ભારતી' દ્વારા આવતીકાલે ૧૧ જાન્‍યુઆરીના રોજ સ્‍થાપના દિવસ નિમિત્તે ગુજરાતભરમાં ૧૦૦ સ્‍થળોએ વિવિધ કાર્યક્રમો યોજાશે. જેમાં ૭૫ વર્ષથી વધુ જૂની સહકારી સંસ્‍થાઓનું બહુમાન કરવામાં આવશે. રાજકોટ મહાનગરમાં પણ અર્બન બેંક, ક્રેડિટ સોસાયટી, હાઉસિગ અને મહિલા પ્રકોષ્ઠ દ્વારા એક જ દિવસમાં ૬ સ્‍થળોએ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું છે.

આજે પ્રશિક્ષણ શિબિર અને સોફટવેર ડેમો

સ્‍થાપના દિવસની પૂર્વસંધ્‍યાએ આજે શનિવારે સહકારી મંડળીના કર્મચારીઓ અને ડિરેક્‍ટર્સ માટે પ્રશિક્ષણ શિબિર યોજાશે. જેમાં રાજકોટ સહકારી બેંકના આઈ.ટી. હેડ શ્રી યતીનભાઈ ઉપાધ્‍યાય મંડળીઓના વ્‍યવસ્‍થાપનમાં એ.આઈ. નું મહત્‍વ વિષય પર માર્ગદર્શન આપશે.

સાથે જ ગુજરાતના પ્રખ્‍યાત મુનિમજી ક્રેડિટ સોસાયટી સોફટવેરનું લાઈવ ડેમોન્‍સ્‍ટ્રેશન શ્રી પંકજભાઈ ડોડીયા અને શ્રી દિપકભાઈ પટેલ દ્વારા કરવામાં આવશે.

આવતીકાલે રવિવારે યોજાનારા ૬ મુખ્‍ય કાર્યક્રમો

૧. રાજકોટ નાગરિક સહકારી બેંક (૧૫૦ ફૂટ રીંગ રોડ) સવારે ૧૦ થી ૧૧:૩૦ દરમિયાન યોજાનાર આ કાર્યક્રમમાં વક્‍તા તરીકે શ્રી આશિષભાઈ શુક્‍લ (રાજકોટ મહાનગર કાર્યવાહ) ઉપસ્‍થિત રહેશે. અતિથિ વિશેષ તરીકે રાજકોટ નાગરિક બેંકના ચેરમેન શ્રી દિનેશભાઈ પાઠક અને વાઈસ ચેરમેન શ્રી જીવણભાઈ પટેલ હાજરી આપશે. આ આયોજન સહકાર ભારતી, રાજકોટ નાગરિક બેંક કર્મચારી ધિરાણ મંડળી અને જાગૃત કર્મચારી મંડળના સંયુક્‍ત ઉપક્રમે થશે.

૨. વિજય કોમર્શિયલ કો-ઓપરેટિવ બેંક (બસ સ્‍ટેન્‍ડ પાછળ): સવારે ૧૦ થી ૧૧:૩૦ વાગ્‍યે યોજાનાર કાર્યક્રમમાં મુખ્‍ય વક્‍તા શ્રી કિશોરભાઈ મુગલપરા (સૌરાષ્ટ્ર પ્રાંત કાર્યકારિણી સદસ્‍ય) રહેશે. બેંકના ચેરમેન શ્રી નિકુંજભાઈ ધોળકિયા અને વાઈસ ચેરમેન શ્રી ધીરેનભાઈ ઉપસ્‍થિત રહેશે.

૩. અપના બજાર (હેડ ઓફિસ) સવારે ૧૧ થી ૧૨ દરમિયાન યોજાનાર કાર્યક્રમમાં પ્રદેશ ઉપાધ્‍યક્ષ શ્રી નયનાબેન મકવાણાનું પ્રવચન રહેશે. સાથે ચેરમેન શ્રી મહેશભાઈ કોટક અને વાઈસ ચેરમેન શ્રી ફુલાભાઈ શિગાળા ઉપસ્‍થિત રહેશે.

૪. રાજકોટ કોમર્શિયલ કો-ઓપરેટિવ બેંક (આલ્‍ફ્રેડ હાઈસ્‍કૂલ પાછળ): સવારે ૧૦ થી ૧૧ વાગ્‍યે યોજાનાર આ કાર્યક્રમમાં વક્‍તા તરીકે ડો.નવીનભાઈ શેઠ (પヘમિ ક્ષેત્ર અધ્‍યક્ષ, શિક્ષા સંસ્‍કૃતિ ઉત્‍થાન ન્‍યાસ) હાજરી આપશે. જનરલ મેનેજર શ્રી પુરુષોત્તમભાઈ પીપળીયા અને ડેપ્‍યુટી જનરલ મેનેજર શ્રી પ્રકાશભાઈ શંખાવલા ઉપસ્‍થિત રહેશે.

૫. શ્રી શારદામણી મહિલા મંડળઃ સાંજે ૫ થી ૬:૩૦ દરમિયાન યોજાનાર મહિલા પ્રકોષ્ઠના કાર્યક્રમમાં શ્રી નયનાબેન મકવાણા અને શ્રીમતી જ્‍યોતિબેન ભટ્ટ (ડિરેક્‍ટર, નાગરિક બેંક) ઉદ્દબોધન કરશે. આ તકે શ્રી કુંદનબેન ભટ્ટ, શ્રી નયનાબેન વ્‍યાસ, શ્રી રંજનબેન પોપટ અને મહિલા સંયોજક શ્રી નિશાબેન પીલોજપરા હાજર રહેશે.

૬. શિવધામ હાઉસિગ સોસાયટી (શેરી નં. ૨): ગુરુની કૃપા બ્‍લોક નં. ૮૫ ખાતે સવારે ૧૦:૩૦ થી ૧૧:૩૦ દરમિયાન હાઉસિંગ સોસાયટીના પદાધિકારીઓ માટે કાર્યક્રમ યોજાશે. જેમાં વીવીપી ઇજનેરી કોલેજના ટ્રસ્‍ટી શ્રી નરેન્‍દ્રભાઈ દવે પ્રવચન આપશે. આયોજન શ્રી યુવરજસિંહ ગોહિલ દ્વારા કરાયું છે.

સંગઠન અને આયોજન ટીમ

સ્‍વ. લક્ષ્મણરાવ ઈનામદાર (વકીલ સાહેબ) દ્વારા ૧૯૭૯માં સ્‍થપાયેલ સહકાર ભારતી આજે દેશના ૨૭ રાજ્‍યોમાં કાર્યરત છે. રાજકોટમાં આ કાર્યક્રમોને સફળ બનાવવા માટે અધ્‍યક્ષ ડો. એન.ડી. શીલુ, ઉપાધ્‍યક્ષ શ્રી નાથાભાઈ ટોળીયા, મહામંત્રી શ્રી જયેશભાઈ સંઘાણી, સહસંગઠન પ્રમુખ શ્રી દિપકભાઈ પટેલ, એડવોકેટ શ્રી અનિરુદ્ધભાઈ નથવાણી અને મહિલા સંયોજક શ્રી નિશાબેન પીલોજપરા જહેમત ઉઠાવી રહ્યા છે.

વિવિધ પ્રકોષ્ઠ અને ઝોનના સંયોજકોમાં સર્વશ્રી દિપકભાઈ પટેલ, દિપકભાઈ મકવાણા, પ્રવીણભાઈ નિમાવત, હરગોપાલસિહ જાડેજા, રાજુભાઈ ત્રિવેદી, વિનોદભાઈ કનેરિયા, યુવરાજાસિંહ ગોહિલ, નારણભાઈ ફુલતરીયા, વિભાભાઈ મિયાત્રા, હર્ષિલભાઈ શાહ, યશભાઈ સોજીત્રા, અર્જુનભાઈ ડાંગર, ગિરિરાજસિંહ જાડેજા, હિંદુભાઈ વાઘેલા, પ્રદ્યુમનસિંહ જાડેજા, જેનિશભાઈ શિનોજિયા અને માર્ગદર્શક શ્રી રાજદીપસિહ જાડેજા સહિતના કાર્યકરો સક્રિય હોવાનું સહકાર ભારતીના ડો.એન.ડી.શીલુ (અધ્‍યક્ષ) અને શ્રી જયેશ સંઘાણી (મહામંત્રી), સહકાર ભારતી રાજકોટ મહાનગરની યાદીમાં જણાવ્‍યું છે (મો. ૯૪૨૮૨ ૦૦૫૨૦)

(3:12 PM IST)