News of Friday, 9th January 2026
શહેરની ટ્રાફીક સમસ્યા વકરીઃ અનેક સિગ્નલો બંધ
શહેર કોંગ્રેસ હેલ્થ એન્ડ હોસ્પીટલ કમીટીની રજુઆત

રાજકોટ, તા., ૯ : શહેરના છેવાડાના પોઈંટો પર પ્રાઇવેટ બસો ટેક્સી દ્વારા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે ત્યારે કોંગ્રેસ હેલ્થ એન્ડ હોસ્પિટલ ચેરમેન ગીરીશ વાણિયા અને તેમની ટીમ દ્વારા શહેરની વિકરાળ અને જનતા માટે સુવિધાના બદલે દુવિધા રૂપ ટ્રાફિક સમસ્યા અંગે આજરોજ શહેર પૉલિસ કમિશનર મ્યુ. કમિશનર ડેપ્યુટી પોલીસ કમિશનર ટ્રાફિક શાખા સહિતના અધિકારીઓનેરજૂઆત કરવામાં આવી હતી.
રજુઆતમાં જણાવ્યું હતું કે, શહેરના મોટા ભાગ ના ટ્રાફિક સિગ્નલો બંધ હાલતમાં જોવા મળે છે અને જ્યાં ટ્રાફિક સિગ્નલો નથી તેવા પોઇન્ટો પર પોલીસ જવાન કે ટી.આર. બી જવાન હોતાં નથી ે ટ્રાફિક જામથી શહેરની ટ્રાફિક સમસ્યા વિકટ બની છે.
આ અંગે કોંગ્રેસ હેલ્થ એન્ડ હોસ્પિટલ ચેરમેન ગીરીશ વાણિયા વિજયજાદવ, વિરાટ પરમાર, મહેન્દ્ર પરમાર, મંથન વાણિયા, જગદીશ સાગઠિયા, જયિમન મકવાણા તથા અમન મકવાણા સાહિતનાઓ રજુઆત સમયે હાજર રહ્યા હતા.
(4:14 PM IST)










