તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 9th January 2026
પુરૂષાર્થ યુવક મંડળ આયોજીત રકતદાન કેમ્પમાં રકતની ર૦૬ બોટલ એકત્ર

રાજકોટ : સ્વ. વિજયભાઇ રૂપાણી, સ્વ. બેચરભા પરમાર, સ્વ. રમેશભાઇ મહેતા, સ્વ. સંજયભાઇ ચૌહાણ, સ્વ. ચંદનબેન જોગી, સ્વ. ગોદાવરીનેબ ભાડલિયાની સ્મૃતિમાં યોજાયેલ રકતદાન કેમ્પમાં કુલ ર૦૬ રકતદાતા ભાઇઓ-બહેનોએ ઉત્સાહભેર રકતદાન કરી માનવજીવન બચાવવા અને માનવધર્મ બજાવવા ઉમદા સેવા કાર્યમાં યશભાગી થયા હતા.
સર્વે રકતદાતાઓને પ્રોત્સાહિત કરવા ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ, રમેશભાઇ ટીલારા, ડો. દર્શિતાબેન શાહ, મેયર નયનાબેન પેઢડીયા, અંજલીબેન રૂપાણી, શહેર ભાજપ પ્રમુખ ડો. માધવભાઇ દવે, મહામંત્રી અશ્વિનભાઇ મોલીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનીષભાઇ રાડીયા, શહેર ભાજપ પૂર્વ પ્રમુખ નીતિનભાઇ ભારદ્વાજ, કમલેશભાઇ મીરાણી, શિક્ષણ સમિતિ ચેરમેન વિક્રમભાઇ પુજારા, નરેન્દ્રસિંહ ઠાકુર, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ડી. વી. મહેતા, ઉર્વેશ પટેલ, પરિમલભાઇ પરડવા વિ. ઉપસ્થિત રહેલ.
સર્વે રકતદાતાઓને સન્માન પત્ર તથા ગિફટ આપીને સન્માનિત કરાયા. રકતદાન કેમ્પમાં ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ, ચંદુભાઇ પરમાર, જયોતિબેન મહેતા, પ્રવિણભાઇ ચૌહાણ, યોગેશભાઇ જોગી, નરેન્દ્રભાઇ ભાડલીયા, ડો. કમલ ભટ્ટનો આર્થિક સહયોગ મળેલ હોવાનું યાદિમાં જણાવાયું છે.
રકતદાન કેમ્પને સફળ બનાવવા પુરૂષાર્થ યુવક મંડળના પ્રમુખ કિશોરભાઇ રાઠોડ તથા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ (બેડીપરા ઝોન)ના પ્રમુખ વિશાલભાઇ હિરાણીના માર્ગદર્શનમાં ટીમ પુરૂષાર્થ તથા ટીમા શાળા સંચાલક મંડળે જહેમત ઉઠાવેલ.
(4:12 PM IST)










