તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 9th January 2026
સોરઠીયા પ્રજાપતિ પાણખાણીયા પરિવારનું રવિવારે સ્નેહ મિલન : દાંડીયારાસ અને સમુહ ભોજનનું પણ આયોજન

રાજકોટ તા. ૯ : સોરઠીયા પ્રજાપતિ સમસ્ત પાણખાણીયા પરિવાર દ્વારા સતત ત્રીજા વર્ષે સ્નેહ મિલન તા. ૧૧ ના રવિવારે સોરઠીયા પ્રજાપતિની વાડી, યુનિટ નં.૧, ગાંધીગ્રામ ખાતે સાંજે ૪ થી ૯ યોજવામાં આવેલ છે.
રાજકોટમાં વસતા પાણખાણીયા પરિવારના લોકો એકબીજાથી પરિચિત બને તેવા હેતુથી આ આયોજન કરાયુ છે. સ્નેહ મિલનની સાથે અનુરૂપ પારિવારિક દાંડીયા રાસ તેમજ કાર્યક્રમ પૂર્ણ થયે સમુહ ભોજનની વ્યવસ્થા પણ રાખેલ છે.
શાપર વેરાવળ, મેટોડા અને રાજકોટની આસપાસ વસતા પાણખાણીયા પરિવારોએ ઉપસ્થિત રહેવા જાહેર અનુરોધ કરાયો છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા સોરઠીયા પ્રજાપતિ પાણખાણીયા પરિવારના જગદીશભાઇ, વિજયભાઇ, મનસુખભાઇ, પ્રકાશભાઇ અને જયેશભાઇ નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(3:44 PM IST)










