તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 9th January 2026
રેવન્યુ બાર એસો. દ્વારા બિનખેતી-યુએલસી તથા અપીલના હુકમોની નકલો અંગે આવેદન

રાજકોટઃ આજરોજ રેવન્યુ ના પ્રમુખ રમેશભાઈ કથીરિયા બાર એસોસિએશનના પ્રમુખ સુમિત વોરા, બાર કાઉન્સિલના દિલીપ પટેલ તથા હોદ્દેદારો વિમલ ડાંગર, કેતનભાઇ મંડ, સીએમ પટેલ, હિતેશ રાદડિયા મિલન ચોવટીયા, હર્ષ શિંગાળા, સમીર ઠકરાર રવિ વણપરીયા મિલન વસાણી, હાર્દિક જાની વિજય રૈયાણી, ભાગ્યેશ ખુંટ, નરેશ પરસાણા, ધર્મેશ સખીયા, હરેશ લાવડીયા, એચ એલ કલ્કાણી, પંકજ દોંગા .આનંદ પરમાર સહિતનાએ એડી. કલેકટર શ્રી એન. કે. મુછારને રેવન્યુ બાર એસોસિએશનને પડતી તકલીફ માટે રજુઆત કરી હતી. બિનખેતી હુકમ તથા અપીલ હુકમ યુએલસી હુકમ વિગેરે નકલો મળવામાં નિયત સમય મર્યાદામાં નકલો મળતી ના હોય અને મહિનાઓ સુધી પેન્ડિંગ રાખવામાં આવતી હોય ત્રણ થી છ મહિના સુધી થી વધારે પેન્ડિંગ હોય આ બધા મુદ્દા માટે વિગતો જણાવતા એડી. કલેકટરે રજૂઆત સાંભળી અને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપેલ હતી.
(3:35 PM IST)










