<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

મધુરમ સંગીત વિદ્યાલયના બાળ સાધકો અકિલાની મુલાકાતે : શુર રેલાવ્‍યા

રૈયા રોડ ઉપર તીરૂપતીનગર ખાતે ૨૫ વર્ષ થયા બાળ કલાકારોને લોકગીતો ભજન, દુહા-છંદ, સમજ સાથે શીખવતી સંસ્‍થા મધુરમ સંગીત વિદ્યાલયના બાળ સાધકો, સંચાલકો, શુભેચ્‍છકો અકિલાની શુભેચ્‍છા મુલાકાતે આવ્‍યા હતા.

આ પ્રસંગે મધુરમ સંગીત વિદ્યાલયના સંચાલક રમેશભાઇ વ્‍યાસે અકિલા ઉપર રચિત કાવ્‍ય અકિલાના મોભી કિરીટભાઇ ગણાત્રાને સંભળાવ્‍યું હતુ અને તેઓ રચીત પુસ્‍તક ‘મોઢેબોલુ ર્માં' આપ્‍યુ હતુ. આ તકે બાળ સાધકોએ તબલા, હાર્મોનીયમની પ્રસ્‍તુતી કરી હતી અને બાળ સાધકો તેમજ મોૈલીકભાઇ વ્‍યાસે ગીત ગાઇને પોતાની કલાને ઉજાગર કરી હતી. બાળકોની કલાને અકિલાના મોભી કિરીટભાઇ ગણાત્રાએ બીરદાવી શુભેચ્‍છા  પાઠવી હતી.

મધુરમ સંગીત વિદ્યાલયના બાળ સાધકો, સંગીત પ્રેમી વાલીઓ, શુભેચ્‍છકો, સંચાલકોની સમગ્રટીમે અકિલાના વિવિધ વિભાગો કોમ્‍પ્‍યુટર સેક્‍ક્ષન, ક્રાઇમ વિભાગ, તંત્રી વિભાગ, મશીન વિભાગ તથા પેઇજ સેટીંગ વિભાગની મુલાકાત લીધી હતી.

બાળ સંગીતના સાધકોએ, વાલીઓ તથા સંચાલકોની ટીમે તમામ કામગીરી ખૂબજ રસપૂર્વક નિહાળી હતી. બાળ સંગીતના  સાધકોએ પોતાના જ્ઞાનમાં વધારો કરવા પ્રશ્‍નો પણ પુછયા હતા અને ઉપયોગી માહિતી મેળવી હતી. તેમજ સંગીત વિદ્યાલયની સમગ્રટીમે અકિલાના મોભી કિરીટભાઇ ગણાત્રાને શરૂઆતથી લઇ અત્‍યાર સુધીની પ્રગતીના રોચક ઇતિહાસની વાતો પણ કરી હતી.

આ પ્રસંગે રમેશભાઇ વ્‍યાસ, મોૈલિકભાઇ વ્‍યાસ, રવિભાઇ ટોળીયા, રૂચીત વસાણી, હંસાબેન વ્‍યાસ, વૈભવ ભટ્ટ, પ્રથમ જોશી, નેહા જોબનપુત્રા, હાંસલપરા, કાલીંદી ઝીંઝુવાડીયા, ક્રીષ્‍ના કતીરા, ભૂમી પારેખ, યશ શોભેશ્વરા, રીષી મકવાણા, ધ્રુવ મકવાણા, અભિરાજ રાજપુત, ભવ્‍ય જોબનપુત્રા, કૈલાસ ધધાણીયા,જેન્‍સી પારેખ, ધ્‍વની કતીરા, ધ્‍વની ધાબલીયા, હરીન ઝીંઝુવાડીયા, હસ્‍ત રાઠોડ, વેદાંત સોલંકી સહિતના હાજર રહ્યા હતા. મધુરમ સંગીત વિદ્યાલય પરિવારને અકિલાના વિભાગોથી પરિચિત કરાવતા અકિલાના પત્રકાર મિતેષભાઇ આહિર, તેમજ રાજેશ ભાતેલીયા નજરે પડે છે. તે પ્રસંગોની તસ્‍વીરો. (અભિજીત બગથરીયા)

(3:28 PM IST)