તા. ૧૦ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૧૩ ગુરૂવાર
News of Friday, 9th January 2026
એસવીજીયુના આંગણે મેઇડન મીડિયા ફેસ્ટની ઉત્સાહભેર ઉજવણી
ઓપન માઇક, મીડિયા ક્વિઝ, ટ્રેઝર હન્ટ અને સ્પોટ ફોટોગ્રાફીમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો

રાજકોટ : સરદાર વલ્લભભાઈ ગ્લોબલ યુનિવર્સિટી (એસ.વી.જી.યુ.) કેમ્પસ ખાતે અમદાવાદની શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓના ૧૨૦થી વધુ સહભાગીઓ સાથે તેનો પ્રથમ મીડિયા ફેસ્ટ ઉજવ્યો હતો. ડો.સુભાષ બ્રહ્મ ભટ્ટ અને અધ્યાપકોની હાજરીમાં, મીડિયા ક્વિઝ, ટ્રેઝર હન્ટ, સ્પોટ ફોટોગ્રાફી અને ઓપન માઈકમાં ભાગ લઈને વિદ્યાર્થીઓએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. આ સ્પર્ધાઆમાં જે. જી. યુનિવર્સિટી, એલ જી યુનિવર્સિટી, એસવીજી યુનિવર્સિટી, શાંતિ બિઝનેસ સ્કૂલ, સેન્ટ ઝેવિયર્સ કોલેજ, એચ. કે. આર્ટ્સ કોલેજ, સહજાનંદ કોલેજ, શ્રેયસ ફાઉન્ડેશન, એચ. બી. કાપડિયા, સંજય ગાંધી વિદ્યાપીઠ મોટેરા અને જીનીવા લિબરલ સ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમણે અમદાવાદના પ્રખ્યાત આર. જે. હાર્દિકની હાજરીમાં ઓપન માઈક પર ઉત્તમ પ્રદર્શન કર્યું, ટ્રેઝર હન્ટ જીતવા માટે સંકેતો શોધી કાઢયા અને મુશ્કેલ ક્વિઝના સ્માર્ટલી જવાબો આપેલ. ઉપરાંત સ્પોટ ફોટોગ્રાફી સ્પર્ધામાં કેમ્પસન કેપ્ચર કરવામાં પણ પોતાનું શ્રેષ્ઠ ઉદાહરણ રજૂ કર્યું. જેમાં નિષ્ણાંત નિર્ણાયકો એડવેરટાઇઝિંગ અને કોમર્શિયલ ફોટોગ્રાફર અદિતિ અંજારિયા અને ભૂતપૂર્વ એ.અફ.પી. ફોટો-જર્નાલિસ્ટ સેમ પંતકીએ સેવા આપી હતી. આ કાર્યક્રમે એસવીજીયુ ખાતે મીડિયા ફેસ્ટની શરૂઆત માત્ર જીવંત નોંધ જ નહીં, પરંતુ સર્જનાત્મકતાના સંદેશને પણ મજબૂત બનાવ્યો. વિદ્યાર્થીઓની ઉત્સાહપૂર્ણ ભાગીદારી અને હૃદયસ્પર્શી પ્રસ્તુતિઓની નિર્ણાયકો, મહેમાનો, મહાનુભાવો અને પ્રેક્ષકો બંને દ્વારા ખૂબ પ્રશંસા કરવામાં આવી. બધા વિજેતાઓને ટ્રોફી અને પ્રમાણપત્રો એનાયત કરાયા હતા. વિજેતાઓમાં ઓપન માઇકમાં ધ્રુવ વસંત વિજેતા અને વીધી ચૌહાણ રનર્સઅપ થયેલ. જયારે મીડિયા કવીઝમાં સ્કુલ કક્ષાએ શ્રેયસ ફાઉન્ડેશનના નચીકેત કોન્ટ્રાકટર અને કોલેજ કક્ષાએ મુસ્તફા ખેરીચા એમ. તથા મુસ્તફા ખેરીચા ઝેડ વિજેતા બન્યા હતા. ટ્રેઝર હન્ટમાં સ્કુલ કક્ષાએ તાનીશ શાહ, શેખ ઝીનુલ, નચિકેત કોન્ટ્રાકટર અને કાવ્યા રામી તેમજ કોલેજ કક્ષાએ ધ્રુવ ચૌહાણ, હર્ષિત ચુડાસમા, યાજ્ઞીક પટેલ અને દેવ વોરા વિજેતા બન્યા હતા. એજ રીતે સ્પોટ ફોટોગ્રાફીમાં સ્કુલ કક્ષાએ વિશ્વા નાગર અને કોલેજ કક્ષાએ હિમેશ જાદવ વિજેતા બન્યા હતા. તેમ અરવિંદકુમાર (મો.૯૯૨૫૨ ૪૬૫૩૫)ની યાદીમાં જણાવાયુ છે.
(3:27 PM IST)










