તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 8th January 2026
વોર્ડ નં.૧૪ના વોકળા સી.સી.થી મઢાશે

રાજકોટઃ મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૪માં નટેશ્વર મહાદેવ મંદિરથી લક્ષ્મીવાડી પુલ સુધી વોકળામાં ઈં ૨.૯૫ કરોડના ખર્ચે સી.સી. કરવાનુ કામ આજરોજ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજુર કરવામાં આવેલ છે. ઉક્ત કામ મંજુર કરવા બદલ વોર્ડ નં.૧૪ના કોર્પોરેટરશ્રીઓ કેતનભાઇ પટેલ, નિલેશભાઇ જલુ, વર્ષાબેન રાણપરા તથા ભારતીબેન મકવાણા દ્વારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્ટેન્ડિંગ કમિટીના તમામ સભ્યોનો આભાર વ્યક્ત કરેલ છે
(4:26 PM IST)










