<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th January 2026

વોર્ડ નં.૦૩માં રૂા. ૪.૫૬ કરોડના વિકાસ કામો મંજુર

 

રાજકોટ : મહાનગરપાલિકાના વોર્ડ નં.૦૩માં માધાપર ઇન્‍ડસ્‍ટ્રીયલ વિસ્‍તારમાં રૂા.  ૧.૭૩ કરોડના ખર્ચે જુદી જુદી શેરીઓ તથા ટી.પી. રોડ મેટલીંગ કરવાનું કામ, પોપટપરા મેઇન રોડ પાસે વિનુભાઇનાં દવાખાના પાસેના વોકળામાં રૂા.૧.૨૨ કરોડના ખર્ચે RCC બોકસ ગટર બનાવવાનું કામ, તથા રૂા.૧.૬૦ કરોડના ખર્ચે માધાપર ડોગ ફેન્‍ડલી સેન્‍ટર અને સ્‍ટાફ કવાર્ટર બનાવવાનું કામ, આમ વોર્ડ નં.૦૩માં કુલ મળી રૂા.૪.૫૬ કરોડના વિવિધ વિકાસ કામો આજરોજ સ્‍ટેન્‍ડિંગ કમિટીમાં મંજુર કરવામાં આવેલ છે.  ઉક્‍ત કામ મંજુર કરવા બદલ ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા તથા વોર્ડ નં.૦૩ના કોર્પોરેટરઓ બાબુભાઇ ઉઘરેજા, અલ્‍પાબેન દવે તથા કુસુમબેન ટેકવાણી દ્વારા સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્‍ટેન્‍ડિંગ કમિટીના તમામ સભ્‍યોનો આભાર વ્‍યક્‍ત કરેલ છે.

(4:23 PM IST)