<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th January 2026

રાજકોટે સજ્યા સોળે શણગારઃ બ્યુટીફીકેશનને આખરી ઓપ

વાઇબ્રન્‍ટ ગુજરાત રિજનલ કોન્‍ફરન્‍સમાં નરેન્‍દ્રભાઇ સહિત દેશ-વિદેશના મહેમાનોને આવકારવા શહેરને સજાવાયું આવા સુશોભન, રોડ-રસ્‍તા કાયમી થતા રહે તે જરૂરી

રાજકોટઃ શહેરમાં રવિ-સોમ વાઇબ્રન્‍ટ ગુજરાત રિજનલ કોન્‍ફરન્‍સ યોજાવા જઇ રહી છે. જેમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ સહિત દેશ-વિદેશના મહેમાનો હાજર રહેવાના છે, ત્‍યારે મનપા દ્વારા શહેરભરમાં ચિત્રો, રંગરોગાન દ્વારા દિવાલને જીવંત કરવાની સાથે રોડ ઉપરના ખાડાઓને ભૂતકાળ બનાવી નવા રસ્‍તાઓ બનાવવામાં આવ્‍યા છે. જો કે પ્રજાહિતમાં શાસકો દ્વારા રાજકોટ સતત ચમકતુ અને સુવિધાઓ સભર રહે તે અંગે સમયાંતરે કામો કરતા રહેવું જરૂરી હોવાનું લોકોના મુખે ચર્ચાય રહયું છે.(૨.૧૬)

રાજકોટ તા. ૭: રાજકોટમાં આગામી તા. ૧૧ અને ૧૨ જાન્‍યુઆરીના રોજ ‘વાઇબ્રન્‍ટ ગુજરાત રિજનલ કોન્‍ફરન્‍સઃ સૌરાષ્‍ટ્ર-કચ્‍છ'' યોજાવા જઈ રહી છે, જેને લઈને રંગીલું રાજકોટ નવા વાઘા સજી રહ્યું હોય, તેવો માહોલ જોવા મળી રહ્યો છે.

રાજકોટ શહેરી વિકાસની વાઇબ્રન્‍સી સાથે વી.જી.આર.સી.ને આવકારવા સજ્જ છે. આ આંતરરાષ્‍ટ્રીય સ્‍તરના કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. શહેરના મુખ્‍ય માર્ગો પર સમારકામ અને મજબૂતીકરણ વેગવંતુ બન્‍યું છે. આ સાથે શહેરની શોભામાં અભિવળદ્ધિ કરવા માટે ઠેર-ઠેર રંગરોગાન અને દિવાલો પર કલાત્‍મક ચિત્રો કંડારવામાં આવી રહ્યા છે.

મહાનગરપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષ ૨૦૨૫ દરમિયાન સ્‍વર્ણિમ જયંતી મુખ્‍યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ કરોડોના ખર્ચે ભૌતિક અને સામાજિક આંતરમાળખાકીય સુવિધાઓ, શહેરી પરિવહન અને શહેરની આગવી ઓળખ ઊભી થાય તેવા અનેક વિકાસ કામો પરિપૂર્ણ થયા છે. આગામી દિવસોમાં ‘વાઇબ્રન્‍ટ ગુજરાત રિજનલ કોન્‍ફરન્‍સ'ના આયોજનથી સૌરાષ્‍ટ્રના ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે વૈશ્વિક રોકાણોના નવા દ્વાર ખુલશે. ત્‍યારે વર્ષ ૨૦૨૬માં પણ શહેરી વિકાસની સફરને ગતિમાન બનાવવામાં આવી રહી છે.

મનપાની બાંધકામ, ડ્રેનેજ, વોટર વર્કસ શાખા દ્વારા મેયર નયનાબેન પેઢડીયાના માર્ગદર્શન મુજબ અંદાજે છેલ્લા એક મહિના જેવા સમયથી જે-તે રોડ પર આવશ્‍યકતા મુજબ પેવર બ્‍લોક રીપેરિંગ, ડામર પેચ, ડામર રી-કાર્પેટ, ડિવાઈડર રીપેરિંગ, સિમેન્‍ટ કોંક્રીટ પાથરવા, ડિવાઈડરને કલર, મ્‍યુરલ આર્ટ, સ્‍કલ્‍પચરને કલર જેવા કામો કરવામાં આવી રહ્યાં છે.

શહેરના ઇસ્‍ટ ઝોનની વાત કરીએ તો ગ્રીનલેન્‍ડ ચોક, વેલનાથપરા બ્રિજ ડિવાઈડર અને કૈસર-એ-હિન્‍દ બ્રિજ પર પેઇન્‍ટ કરવામાં આવ્‍યું છે, તેમજ કુવાડવા રોડ પર પેવર બ્‍લોક નાખવામાં આવ્‍યા છે. જ્‍યારે રાજકોટ શહેરના રૈયા રોડ, નાના મૌવા રોડ, કાલાવડ રોડ, મવડી રોડ સહિત વેસ્‍ટ ઝોનમાં ૧૬ કિલોમીટરથી વધુ પેવર બ્‍લોક રીપેરિંગ, ૦૬ કિલોમીટરથી વધુ ડામર પેચ, ૧૨ કિલોમીટરથી વધુ ડામર રી-કાર્પેટિંગ, ૧૦ કિલોમીટરથી વધુ ડિવાઈડર રીપેરિંગ, ૦૧ કિલોમીટરથી વધુ સિમેન્‍ટ કોંક્રીટ પાથરવા, ૦૭ કિલોમીટરથી વધુ ડિવાઈડરને કલર, ૪૫ કિલોમીટરથી વધુ મ્‍યુરલ આર્ટની કામગીરી કરવામાં આવી છે.

આ ઉપરાંત, રાજકોટ શહેરના સેન્‍ટ્રલ ઝોનમાં રેસકોર્સ રિંગ રોડ, શીતલ પાર્ક ચોકથી અયોધ્‍યા ચોક, રાધે સર્કલથી ગોંડલ ચોકડી, સોરઠીયાવાડી સર્કલથી આનંદનગર પર પેવર બ્‍લોક રીપેરિંગ અને ડિવાઈડરને કલરની કામગીરી કરવામાં આવી છે. રૈયા રોડ, શ્રોફ રોડ, આકાશવાણી રોડ, ફૂલછાબ રોડ પર પણ ડિવાઈડરને કલર કરવામાં આવ્‍યો છે. આમ્રપાલી અન્‍ડરબ્રિજ અને હોસ્‍પિટલ ચોક બ્રિજ પર ચિત્રકામ, વિવેકાનંદ સોસાયટી, પ્રદ્યુમ્‍ન નગર રોડ, ગોસલિયા માર્ગ, ગીતગુર્જરી મેઇન રોડ, નિરંજની સોસાયટી મેઇન રોડ પર ડામર રી-કાર્પેટ, જ્‍યુબેલી ચોકથી ત્રિકોણ બાગ, ત્રિકોણ બાગથી નાગરિક બેંક, ભક્‍તિનગર સ્‍ટેશનથી મહિલા કોલેજ રોડ અને જીલ્લા પંચાયતથી મહિલા કોલેજ અન્‍ડરબ્રિજ સર્કલ પર પેવર બ્‍લોક રીપેરીંગ કરવામાં આવ્‍યુ છે.

સીટી બ્‍યુટીફીકેશનની વાત કરીએ તો સ્‍વચ્‍છ, સુવિધાસભર અને સમળદ્ધ એવા રાજકોટમાં રંગરોગાન અને કલાત્‍મક ચિત્રોનું સુશોભન થઈ રહ્યું છે. રાજકોટની દિવાલો માત્ર રંગોથી જ નહીં, પરંતુ સકારાત્‍મક સંદેશાઓથી પણ જીવંત બની ઉઠી છે. શહેરના મુખ્‍ય માર્ગો અને જાહેર સ્‍થળોની દિવાલો ગુજરાત સરકારના અભિયાનોના ચિત્રો અને સૂત્રોથી સજાવવામાં આવી છે. ‘‘ઘરનું ઘર સમળદ્ધિનો આધાર'', ‘‘બેટી બચાવો, બેટી પઢાવો'', ‘‘સ્‍વચ્‍છ ભારત, સ્‍વચ્‍છ ગુજરાત'', ‘‘જળ એ જ જીવન'', ‘‘પર્યાવરણ જાળવો, જીવન બચાવો'' જેવા સૂત્રો નાગરિકોમાં જાગળતિ ફેલાવી રહ્યાં છે. આ ‘‘વોલ પેઈન્‍ટિંગ્‍સ'' વાઇબ્રન્‍ટ સમિટમાં આવનારા મહેમાનો અને સ્‍થાનિક જનતાને પ્રેરણાદાયી સંદેશ આપે છે.

ગુજરાત દેશનાં સૌથી વધુ અર્બનાઇઝડ રાજ્‍યો પૈકી એક છે. ગુજરાતના શહેરી વિકાસની કૂચ સતત આગળ વધી રહી છે. રાજ્‍યના તત્‍કાલીન મુખ્‍યમંત્રી તરીકે વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ શહેરોના નાગરિકોના ઈઝ ઓફ લિવિંગની વળદ્ધિ માટે સિવિક એમિનિટીઝમાં મોર્ડન ટેકનોલોજીનો ઉપયોગ કરવાની દિશા આપી છે.

આ વિકાસગાથામાં વધુ એક સુવર્ણ પળષ્ઠનું આલેખન મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ કરી રહ્યા છે. મુખ્‍યમંત્રીએ ગુજરાતના શહેરીકરણને ગ્‍લોબલ સ્‍ટાન્‍ડર્ડ બનાવનારા અનેક પ્રકલ્‍પોની ભેટ આપેલી છે. વી.જી.આર.સી. પણ ‘રિજનલ એસ્‍પિરેશન, ગ્‍લોબલ એમ્‍બિશન'ની થીમ પર આધારિત છે. ત્‍યારે રાજકોટની આ કાયાપલટ માત્ર વાઇબ્રન્‍ટ કોન્‍ફરન્‍સ પૂરતી મર્યાદિત ન રહેતા, શહેરના આધુનિકીકરણ અને વિકાસની નવી દિશા પણ દર્શાવી રહી છે

 

(4:10 PM IST)