<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th January 2026

મહેન્‍દ્રકપુર ફેન કલબ-સંગીતમય લોકો વ્‍હોટસએપ ગ્રુપ દ્વારા શુક્ર-રવિ બે દિવસ સંગીત સંધ્‍યા

પાર્શ્વગાયક મહેન્‍દ્રકપુરના જન્‍મ દિવસ નિમિતે : બંને સંગીત કાર્યક્રમો નિઃશુલ્‍ક હોય સંગીત રસીકોને લાભ લેવા આયોજકોની અપીલ

 તસ્‍વીરમાં નિશુલ્‍ક સંગીત સંધ્‍યા કાર્યક્રમની વિગતો આપતા કલાકારો સુનિલભાઇ જાની તથા શૈલેષભાઇ ઠકકર નજરે પડે છે. (તસ્‍વીર અભિજીત બગથરીયા)

રાજકોટઃ સંગીત જગતમાં રસ ધરાવતા લોકો માટે ચાલતી સંસ્‍થા ‘‘મહેન્‍દ્ર કપુર ફેન કલબ''નો આગામી સંગીતનો એક અતિ ઉત્‍કૃષ્‍ઠ ગણી શકાય તેવો પ્રોગ્રામ આયોજીત કરવામાં આવ્‍યો છે. સંસ્‍થાના સંચાલક સત્‍યમ્‌ભાઇ ત્રિવેદીએ જણાવેલ છે કે, કાલે તા. ૯ શુક્રવારે બોલીવુડના લોકપ્રિય પાર્શ્વ ગાયક શ્રી મહેન્‍દ્ર કપૂરજીના  જન્‍મ દિવસ નિમિતે સૌરાષ્‍ટ્ર હાઇસ્‍કૂલ હોલમાં, કોટેચા ચોક પાસે, સાંજે ૭:૩૦ થી ૧ સુધી પાર્શ્વગાયક મહેન્‍દ્ર કપૂરજીના તથા બીજા બોલીવુડના ગાયક/ગાયકાઓના ગીતોનો રસથાળ પીરસવામાં આવશે. જેમાં રાજકોટ ના ગાયકો સર્વશ્રી સત્‍યમભાઇ ત્રિવેદી, પરેશભાઇ દવેરા, મુન્‍નાભાઇ ઠકકર, દિપકભાઇ કકકડ, સુનિલભાઇ જાની, શૈલેષભાઇ ઠકકર, શ્રીમતી કાજલબેન જાની તથા શ્રીમતી વર્ષાબેન પટેલ પોતાના કંઠના કામણ દ્વારા શ્રોતાઓને મનોરંજન કરાવશે.

આ પ્રોગ્રામની પ્રવેશ ફી નહી હોવાથી કોઇપણ સંગીતની ચાહક વ્‍યકિતને નિઃશુલ્‍ક પ્રવેશ મળશે, આજકાલ રાજકોટમાં અનેક પ્રોગ્રામ થતા હોવા છતાં આ સંસ્‍થાએ આટલા વર્ષોનો અનુભવ થકી પોતાની સંગીત પીરસવાની છટાથી સંગીત ચાહકોના દિલને જીતીને પોતાની પકડ આજદિન સુધી અકબંધ રાખી છે.

આ ઉપરાંત ‘‘ સંગીતમય લોક'' નામથી વોટસએપમાં ચાલતું સંગીતને વરેલા લોકોનું ગૃપ જેમણે પોતાના આગામી સંગીતનો પ્રોગ્રામ તા. ૧૧ રવિવારે સાંજે ૬ થી ૯, સ્‍થળઃ રોટરી કલબ, વિદ્યાનગર મેઇન રોડ, કોઠારી લેબની બાજુમાં , આયોજન કરેલ છે. જેમાં અનેક ગાયક મિત્રો/બહેનો ભાગ લઇ રહ્યા છે. જેમાં સર્વશ્રી દિપકભાઇ કકકડ, સુનિલભાઇ જાની, રશ્‍મીબેન પંડયા, હર્ષદભાઇ જોષી, પંકજભાઇ વ્‍યાસ, ભાવેશભાઇ જાની, રશ્‍મીબેન અધ્‍વર્યુ, ભગીરથભાઇ ત્રિવેદી, નયનાબેન રાઠોડ, બીપીનભાઇ ઘઘડા, દિપકભાઇ ત્રિવેદી, નરેન્‍દ્રભાઇ ખખ્‍ખર, શૈલેષભાઇ ઠકકર, ચેતનભાઇ બાટવીયા, ક્ષિતીજભાઇ માત્રાવડીયા, શૈલેષભાઇ કડેચા, ભાવેશભાઇ શુકલ, વર્ષાબેન પટેલ પોતાની ગાયકીના ઓજસ પાથરીને લોકોને સંગીતમાં રસ તરબોળ કરવા તત્‍પર છે. આ પ્રોગ્રામમાં પ્રવેશ નિઃશુલ્‍ક હોવાથી ‘‘કમીટી સંગીતમય લોકો'' તરફથી સૌ સંગીત પ્રેમીઓને ભાવભયું આમંત્રણ પાઠવેલ છે. આ ફંકશનમાં પોતાની કલા સ્‍ટેજપરથી રજુ કરતા પહેલા દરેક ગાયક/ગાયીકાએ એક કડક ઓડીશનલ પાસ કરેલ હોવાથી તે ઉત્‍કૃષ્‍ઠ કક્ષાની ગાયકી રજૂ કરવા સક્ષમ હોય પ્રોગ્રામ માણવા લાયક જરૂર બની રહેશે.  વધુ વિગતો માટે આ ગૃપના કમીટી મેમ્‍બરશ્રી સત્‍યમ ત્રિવેદી (૯૪૨૬૪ ૮૨૦૨૮) શ્રી દિપક કકકડ (૯૮૨૫૮ ૪૮૮૩૩), શ્રી સુનીલ જાની (૯૯૭૮૮ ૮૭૧૧૭), શ્રી શૈલેષ ઠકકર (૯૮૨૫૨ ૭૦૨૫૬) નો સંપક કરવો. 

 

(4:04 PM IST)