તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 8th January 2026
રૂ.૧૫,૦૦,૦૦૦/-ના ચેક રિટર્નના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો ફરમાવતી કોર્ટ

રાજકોટઃતા.૮,અત્રે રૂ.૧૫,૦૦,૦૦૦/- ના ચેક રીટર્ન કેસ માં આરોપી ને નિર્ર્દોષ છોડી મુકવા અદાલત હુકમ કર્યો હતો.
આ કેસ ની વિગત એવી છે કે, લતીપર દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી- લતીપુર ના પ્રમુખ રામાણી મનસુખભાઈ દ્વારા તા.૨૮-૦૬-૨૦૧૯ ના રોજ ધ્રોલ મુકામે આરોપી ગુલામરસુલ હુશેનભાઈ માથકીયા રદૂધ સાગર રોડ, દૂધ ની ડેરી સામે ભક્તિ પરા સોસાયટી, રાજકોટ વાળા વિરુદ્ધ આરોપીએ ખરીદેલ રૂ. ૧૫,૦૦,૦૦૦/- ની કીમત ના દૂધ ના લેણા સામે આરોપીએ આપેલ રૂ. ૧૫,૦૦,૦૦૦/- નો ચેક બેંક માંથી રીટર્ન થતા ધ્રોલ ની અદાલત માં ક્રિમીનલ ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી.
આ કેસ માં ફરિયાદી એ અદાલત માં રજુ રાખેલ પુરાવાઓમાં વિસંગતતા રહેલી હતી. જે અંગે આરોપીના એડવોકેટ દ્વારા અદાલત નું ધ્યાન દોરવામાં આવેલ હતું. તેમજ ફરિયાદી ની થયેલ વિશેષ ક્રોસ એક્ઝામિનેશન / ઉલટ તપાસ મારફત ફરિયાદ ની હકીકતો થી અલગ બાબતો અદાલત સમક્ષ લાવવા આરોપી ના એડવોકેટ સફળ રહેલા હતા.જે અંગે અદાલત દ્વારા સ્પષ્ટ અનુમાન કરવામાં આવેલ હતું. ઉપરાંત ફરિયાદી ની ઉલટ તપાસ, ચેક ના ટ્રાન્ઝેક્શન, અદાલત સમક્ષ રહેલ પુરાવાઓ અંગે તે અંગે ના નામદાર સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા ના લેટેસ્ટ જજમેન્ટ રજુ કરી વિસ્તાર થી આરોપી તરફે દલીલો કરવામાં આવેલ હતી. જે દલીલો થી સહમત થઇ રાજકોટ ના જજ સાહેબ દ્વારા આરોપી ને રૂ.૧૫,૦૦,૦૦૦/-ના ચેક રીટર્ન કેસ ના ગુન્હા માંથીનિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવેલ હતો.
આ કેસ માં આરોપી તરફે એડવોકેટ ભાવિન એ.વ્યાસ એપોઇન્ટ થયેલા હતા.
ભાવિન વ્યાસ ફરિયાદીના વકીલ
(4:03 PM IST)










