<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th January 2026

ક્રાઇમ બ્રાંચે રતનપરમાંથી રૂા. ૫.૬૧ લાખની ‘રમ' ભરેલી કાર સાથે મહિપાલસિંહને પકડયો

ઘનશ્‍યામનગરના હિતેન્‍દ્રસિંહ ઉર્ફ ભુરા અને રતનપરના લક્કીરાજ ઉર્ફ લક્કીએ દારૂ મંગાવ્‍યો હતોઃ કાર આપી જનારાની શોધખોળઃ પીઆઇ ગોંડલીયા, ડામોર, જાદવ અને વી. ડી. ડોડીયાની ટીમની કાર્યવાહી દારૂની હેરાફેરી કરવા માટે કારમાં ખોટી નંબર પ્‍લેટ લગાડી હતી

રાજકોટ તા. ૮: શહેર ક્રાઇમ બ્રાંચે વિદેશી દારૂ-રમની રૂા. ૬,૫૧,૬૦૦ની ૪૩૨ બોટલો ભરેલી કાર સાથે સહકાર રોડ કલ્‍યાણનગરના મહિપાલસિંહ લગધીરસિંહ ઝાલા (ઉ.વ.૩૦)ને રાજકોટ-મોરબી હાઇવે પર રતનપર ગામની શુભ હોટેલવાળી શેરીમાંથી પકડી લીધો છે. આ કારમાં નકલી નંબર પલેટ જીજે૩૮બીજે-૨૧૦૦ લગાડાઇ હતી. કારમાંથી અસલી નંબર પ્‍લેટ જીજે૦૮ડીએસ-૮૭૨૫ મળી આવી હતી. દારૂનો આ જથ્‍થો ઘનશ્‍યામનગરના હિતેન્‍દ્ર ઉર્ફ ભુરો દિલીપસિંહ ઝાલા અને રતનપરના લક્કીરાજ ઉર્ફ લક્કી રઘુવીરસિંહ ઝાલાએ મંગાવ્‍યો હતો. આ બંને તથા દારૂ ભરેલી કાર આપી જનારાની શોધખોળ થઇ રહી છે.

ક્રાઇમ બ્રાંચની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે હેડકોન્‍સ. જયરાજભાઇ કોટીલા, રાજેશભાઇ જળુ અને પ્રદીપસિંહ જાડેજાને બાતમી મળતાં રતનપરમાંથી દારૂ ભરેલી કાર સાથે મહિપાલસિંહ ઝાલાને પકડી લઇ કારમાં તપાસ કરતાં ઓલ્‍ડ મોન્‍ક ટ્રીપલ એક્‍સ રમની રૂા. ૫,૬૧,૬૦૦ની ૪૩૨ બોટલ મળી આવી હતી. ૭૫૦ એમએલની આ બોટલો ઉપર ફોર સેલ ઇન ગોવાના માર્કા હતાં.

ઝડપાયેલા મહિપાલસિંહે કબુલ્‍યું હતું કે આ દારૂનો જથ્‍થો સહકાર રોડ ઘનશ્‍યામનગરના હિતેન્‍દ્ર ઉર્ફ ભુરો ઝાલા અને રતનપરના લક્કીરાજ ઉર્ફ લકી ઝાલાએ મંગાવ્‍યો હતો. આ બંનેનો કોઇ મિત્ર દારૂ ભરેલી કાર આપી ગયો હતો. પોલીસને કારની અંદરથી બે નંબર પ્‍લેટ મળી હતી. જે આ કારના સાચા નંબર હતાં. કારમાં જે નંબર હતાં તે ખોટા હતાં. અગાઉ પણ મહિપાલસિંહ ઝાલા વિરૂધ્‍ધ લોધીકા, ડીસીબી, ભક્‍તિનગરમાં દારૂ-જૂગારના ચાર કેસ નોંધાઇ ચુક્‍યા છે. જ્‍યારે હિતેન્‍દ્ર ઉર્ફ ભુરા વિરૂધ્‍ધ જસદણ, રાજકોટ ડીસીબીમાં દારૂના બે ગુના, લક્કીરાજ વિરૂધ્‍ધ ડીસીબી, પ્ર.નગરમાં દારૂના ત્રણ ગુના નોંધાયા હતાં.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બસીયાની સુચના હેઠળ પીઆઇ એમ. આર. ગોંડલીયા, એમ. એલ. ડામોર, સી. એચ. જાદવ, પીએસઆઇ વી. ડી. ડોડીયા, એએસઆઇ અમીતભાઇ અગ્રાવત, દીગપાલસિંહ જાડેજા, હેડકોન્‍સ. દિપકભાઇ ચોૈહાણ, દિલીપભાઇ બોરીચા, રાજેશભાઇ જળુ, પ્રદીપસિંહ જાડેજા, જયરાજભાઇ કોટીલા, સંજયભાઇ રૂપાપરા, કોન્‍સ. વિશાલભાઇ દવેએ આ કામગીરી કરી હતી.

(4:03 PM IST)