તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 8th January 2026
વાયબ્રન્ટની તડામાર તૈયારીઓઃ મારવાડીનો કબજો સંભાળી લેતા SPG કમાન્ડોઃ ૪૦ દેશોના ઉદ્યોગપતિઓ-રાજપુરૂષો આવી રહયા છે
વડાપ્રધાન હિરાસર એરપોર્ટ પર આવી સીધા સોમનાથ જશેઃ સોમનાથથી સીધા મારવાડી આવશેઃ ૧ાા કલાક રોકાણ બાદ રવાના થશે : ૪ હેલીકોપ્ટર તૈયારઃ માર્કેટયાર્ડ પાસે ત્રણ હેલીપેડ ઉભા કરાયાઃ હિરાસર ખાતે SPG તૈનાતઃ રાત્રે મીટીંગ બાદ બપોરે બે વાગ્યાથી ફરી મીટીંગ : મહેમાનો માટે ર૬૦ ઇનોવા તથા ૧ર૦ સેડાન કાર બુક કરી લેવાઇઃ ૧પ હોટલના ૩પ૦ રૂમ બુકઃ પત્રકારો માટે બે બસ : પાર્ટનર ૪ દેશના રાજદૂતો આવી રહયા છેઃ અમીતભાઇ શાહ અંગે હવે ફાઇનલ થશે : ૧૧મીથી હિરાસર એરપોર્ટ ધમધમશે ર દિવસમાં પ૦ ચાર્ટર ફલાઇટનો કાફલોઃ કલેકટર અન્ય અધિકારીઓ મારવાડી દોડી ગયા

મારવાડી કોલેજ યુનિ. ખાતે વાયબ્રન્ટ સૌરાષ્ટ્ર-કચ્છની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ૬ જેટલા હોલ તૈયાર કરી લેવાયા છે, અનેક દેશોના રાષ્ટ્રધ્વજ ફરકાવાશે, એસપીજીએ સમગ્ર સંકુલનો કબજો લઇ લીધો છે તે નજરે પડે છે.
રાજકોટ, તા. ૮: રાજકોટની મારવાડી યુનિવર્સિટી ખાતે આગામી ૧૧ થી ૧૫ તારીખ દરમિયાન રિજનલ વાઈબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. હાલ તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે અને મારવાડી યુનિવર્સિટીમાં અલગ અલગ છ જેટલા હોલ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં એક્ઝિબિશન યોજાશે સેમિનાર તેમજ બીટુ બી સહિતને કાર્યક્રમો યોજાશે. આજે વાઇબ્રન્ટ સમિટ સ્થળો નો કબજો એસપીજી દ્વારા લઈ લેવામાં આવ્યો હતો, રાજકોટ કલેકટર ડો. ઓમ પ્રકાશ, અન્ય હાઇલેવલ અધીકારીઓ મારવાડી પહોંચ્યા છે, બપોર બાદ એસપીજી દ્વારા રીહર્સલ યોજાશે.
સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર રિજનલ vibrate સિમેન્ટમાં અલગ અલગ દેશોમાંથી ૪૦થી વધુ દેશના ઉદ્યોગપતિઓ તેમજ રાજકીય નેતાઓ હાજર રહેશે સાથે પાર્ટનર કન્ટ્રીના રાજદૂત હાજર રહેશે જેમાં યુક્રેન,જાપાન,કોરિયા રાવન્ડા પાર્ટનરકન્ટ્રીનો સમાવેશ થાય છે, અન્ય ૪૦ દેશોના ટ્રેડ ઓર્ગેનાઈઝરો વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેશે.
આજે એસપીજીના આઇજી રાજકોટ ખાતે આવી પહોંચ્યા હતા અને તેઓએ આજે સવારે મારવાડી યુનિવર્સિટી ની મુલાકાત લીધી હતી. વાઇબ્રન્ટ સમિટ સ્થળનો કબજો એસપીજીએ મેળવ્યો હતો. તેમજ માર્કેટિંગ યાર્ડ ખાતે ૩ જેટલા હેલીપેડ પણ બનાવવામાં આવ્યા છે તેમની પણ તૈયારી પૂર્ણ કરી લેવામાં આવે છે આજે બપોરે બે વાગ્યે એરપોર્ટના અધિકારીઓ તેમજ પોલીસ સહિતના એસપીજીના અધિકારીઓ દ્વારા હીરાસર એરપોર્ટ ખાતે વડાપ્રધાનના કાર્યક્રમને લઇ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે આ બેઠકમાં વડાપ્રધાનની સુરક્ષા અંગે સમીક્ષા કરવામાં આવશે, ગઇકાલે રાત્રે હિરાસર એરપોર્ટ ખાતે વડાપ્રધાનના આગમન અંગેની મીટીંગ મળી હતી, આજે બપોરે ર વાગ્યે હિરાસર એરપોર્ટ ખાતે વધુ એક મીટીંગ મળશે.
વાઇબ્રેટ સમિટમાં અન્ય દેશોમાંથી આવતા લોકો માટે ૨૬૦ જેટલી ઇનોવા કાર તેમજ સેડાન ૧૨૦ કાર ભાડે બાંધવામાં આવી છે જ્યારે મીડિયા માટે બે જેટલી બસોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટમાં ૧૪ થી ૧પ હોટલો થઇને કુલ ૩પ૦ રૂમ બુક કરાવાય છે.
શનિવાર ૧૦ તારીખ સુધીમાં ગાંધીનગરથી સચિવ, કલેકટર એડિશનલ કલેકટર કક્ષાના ૧૦૦ જેટલા અધિકારીઓ રાજકોટ ખાતે પહોંચવા માટેની સૂચના આપવામાં આવી છે અને તમામ ગાંધીનગર થી આવતા અધિકારીઓને પ્રોટોકોલ સહિતની જવાબદારીઓ સોંપવામાં આવશે.
૧૧ અને ૧૨ તારીખ ના રોજ હીરાસર એરપોર્ટ ખૂબ જ વ્યસ્ત રહેશે છે. દેશના વિવિધ વિસ્તારોમાંથી ઉદ્યોગપતિઓ તેમજ અન્ય દેશના રાજ્યો તો અન્ય દેશના ઉદ્યોગપતિઓ પણ રાજકોટ ખાતે વાઇબ્રેટ સમિટમાં આવનાર હોય છે જેમને લઈ રાજકોટ એરપોર્ટ ખૂબ જ વ્યસ્ત રહેશે. બે દિવસમાં ૫૦ જેટલી ચાર્ટર્ડ ફલાઇટ હીરાસર એરપોર્ટ પર આવે તેવી શકયતા છે જેને તંત્ર દ્વારા અત્યારથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
રાજ્યના તમામ મંત્રીઓ પણ વાઇબ્રન્ટ સમિટમાં હાજરી આપશે, આ ઉપરાંત ભાજપના નેતાઓ પણ હાજર રહેશે. તેમજ કેન્દ્રીય મંત્રીઓ પણ આ સમિટમાં હાજરી આપશે.
ગુજરાત સરકારના મોટા ભાગના મંત્રીઓ, સચિવો પણ આવી રહયા છે, દેશના હાઇલેવલ ઉદ્યોગપતિઓ અંગે હવે જાહેરાત થશે, ગૃહમંત્રી શ્રી અમીતભાઇ શાહનો કાર્યક્રમ હજુ ફાઇનલ થયો નથી, તેમના કાર્યક્રમ અંગે હવે વિગતો જાહેર થશે.
(3:18 PM IST)










