તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 8th January 2026
વિવેકાનંદ જયંતિ નિમિતે એક સપ્તાહ શ્રેણીબદ્ધ કાર્યક્રમો
વકતૃત્વ સ્પર્ધા, વક્તવ્ય, ધાબળા, પતંગ દોરા, મમરાના લાડુનું

રાજકોટ : વિવેકાનંદ યુથ કલબ દ્વારા ઉઠો, જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડયા રહો નો નારો આપનાર ભારતના ભાગ્યવિધાતા યુવાનોના આરાધ્યદેવ સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ તેમજ સંસ્થાના સ્થાપના દિવસ નિમિતે શ્રેણીબદ્ધ કાર્યક્રમો તા. ૮ જાન્યુઆરીથી ૧પ જાન્યુઆરી સુધી યોજવામાં આવેલ છે.
સંસ્થાના સુકાની અનુપમ દોશી, પંકજ રૂપારેલીયા, હસુભાઇ શાહ, જયેન્દ્રભાઇ મહેતા વધુમાં જણાવે છે કે ૧ર જાન્યુઆરી વિવેકાનંદ જયંતિના દિવસે સવારના યાજ્ઞિક રોડ પર આવેલ સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને હારતોરા પુષ્પાંજલિ, શહેરના સદર વિસ્તારમાં આવેલ રમેશભાઇ છાયા બોયઝ સ્કુલના છાત્રોની વકતૃત્વ સ્પર્ધા અને સ્વામી વિવેકાનંદના જીવન કવન વિષે વક્તવ્ય, કોટડા સાંગાણી તાલુકાના પીપલાણા સરકારી પ્રાથમિક શાળાના ધોરણ ૧ થી ૮ના છાત્રો માટે લીંબુ ચમચી, સંગીત ખુરશી, કોથળા દોડ, ઉંધી દોડ સહિતની સ્પર્ધાઓ યોજાશે.
શિયાળાની ઠંડીમાં જરૂરતમંદોને ૧૦૦ ધાબળાનું વિતરણ, શહેરના પેલેસ રોડ પર આવેલ આશાપુરા માતાજીના દર્શનાર્થે આવતા ભકતજનોને ચક્ષુદાન જનજાગૃતિ અભિયાન અંતર્ગત ચક્ષુદાન પત્રિકા વિતરણ, ચક્ષુદાનના સુત્રો લખેલ કેરીબેગનું વિતરણ તેમજ ચક્ષુદાનના સંકલ્પપત્રો ભરવા, શહેરની શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી પ્રાથમિક શાળા નંબર ૧૯, ર૮ અને પ૭ ના તમામ છાત્રોને તલ મમરાના લાડવા તેમજ પતંગનું વિતરણ તેમજ જીવદયા પ્રવૃતિ અંતર્ગત પાંજરાપોળમાં ગૌમાતાને લાડવાનું વિતરણ, શહેરના કાલાવડ રોડ પર રવિ પાર્ક પાસે લવ ટેમ્પલની સામેના ગાર્ડનમાં વહેલી સવારે વાંચન જાગૃતિ અભિયાન અંતર્ગત પુસ્તક પરબ સહિતના સેવાકાર્યોનું આયોજન કરવામાં આવેલ છે.
આયોજનની સફળતા માટે અનુપમ દોશી, પકંજ રૂપારેલિયા, સુનિલ વોરા, નલિન તન્ના, દિનેશભાઇ ગોવાની, હસુભાઇ શાહ, જનાર્દન આચાર્ય, જીતુભાઇ ગાંધી, જયેન્દ્રભાઇ મહેતા, રમેશ શિશાંગીયા, પરિમલભાઇ જોશી, ઉપમન્યુભાઇ રાવલ, નૈસધભાઇ વોરા, વિપુલભાઇ ભટ્ટ, દક્ષિણભાઇ જોશી, મહેશ જીવરાજાની, મહેશ પરમાર, શરદભાઇ દવે, અનિલ ધોળકિયા, કિશોર ટાકોદરા, મહેશભાઇ વ્યાસ, ગોપાલ વ્યાસ, નયન ગંધા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.
(2:57 PM IST)










