તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 8th January 2026
જનસંઘ - ભાજપની રાષ્ટ્રવાદી પરંપરાને ગૌરવ મળ્યું : વડીલોનું સન્માન

રાજકોટ : ધારાસભ્ય ઉદય કાનગડ, શહેર ભાજપ મહામંત્રી અશ્વિન મોલીયા તથા વડીલ વંદના સમિતિ દ્વારા ‘વંદના' કાર્યક્રમ યોજાયો. વરીષ્ઠ આગેવાનોએ સમય, શકિત અને જીવનનો શ્રેષ્ઠ અંશ રાષ્ટ્રસેવામાં અર્પણ કરીને સંગઠનને મજબૂત બનાવી ‘રાષ્ટ્ર પ્રથમ' નો મંત્રને ચરિતાર્થ કર્યો છે. તેમ સાંસદ પરસોત્તમભાઇ રૂપાલાએ જણાવ્યું હતું. જયારે ‘વડલ વંદના' સમારોહ માત્ર કોઇ એક વ્યકિતને માન આપવા પૂરતો નહીં, એક યુગને, એક વિચારધારાને અને એક સંઘર્ષમય યાત્રાને વંદન કરવાનો અવસર છે. આજની પેઢી જ સંગઠન, મજબૂત વિચારધારા અને રાષ્ટ્રીય ગૌરવનો અનુભવ કરે છે, તેના પાયામાં આ વડીલોના અવિરત પરિશ્રમની ઇંટો જોડાયેલી છે. તેમ ધારાસભ્ય ઉદય કાનગડે જણાવ્યું હતું. વડીલો પાસે અનુભવનું અમૂલ્ય ભાથું છે. વડીલોની નિષ્ઠા, સંઘર્ષ અને સમર્પણ જ પાર્ટીની શકિત બની છે. ભારતીય જનતા પાર્ટી આજે વિશ્વની સૌથી મોટી પાર્ટી બની છે. તેનું ગર્વ છે તેમ ટપુભાઈ લીંબાશીયાએ જણાવ્યું હતું. રાજકોટની ધરતી પર જનસંઘનો પાયો નંખાયો હતો એ આપણાં સૌ માટે ગૌરવની વાત તેમ જયોતીન્દ્રભાઈ મહેતાએ પોતાના સંબોધનમાં જણાવેલ. આ પ્રસંગે ધારાસભ્ય ઉદય કાનગડ ઘ્વારા વિધાનસભા-૬૮માં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન કરવામાં આવેલ વિવિધ વિકાસ કાર્યો, સેવાકાર્યો તથા સંગઠનાત્મક પ્રવળતિઓની વિગતો રજુ કરતું ‘જનસેવાનું સરવૈયું' પુસ્તકનું વિમોચન સાંસદ પરસાત્તમભાઈ રૂપાલા અને મંચસ્થ વડીલોના હસ્તે કરવામાં આવ્યું હતુ.
(2:56 PM IST)










