<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th January 2026

સોમનાથ સ્‍વાભિમાન પર્વઃ અતૂટ આસ્‍થાના એક હજાર વર્ષઃ રાજકોટથી ૧૧૫૦ જેટલા શ્રદ્ધાળુઓનું વિશેષ ટ્રેન મારફતે સોમનાથ પ્રયાણઃ રાજકોટ

 

પ્રથમ જ્‍યોર્તિલિંગ સોમનાથ ખાતે આજથી ૧૧ જાન્‍યુઆરી સુધી સોમનાથ સ્‍વાભિમાન પર્વની ઉજવણી શરૂ થવા જઈ રહી છે. આ પર્વમાં રાજ્‍યના લોકો સરળતાથી જોડાઈ શકે તે માટે અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા એમ ચાર કેન્‍દ્રો ખાતેથી વિશેષ ટ્રેન શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે આજે રાજકોટથી વિશેષ ટ્રેન શરૂ કરવામાં આવી છે. જેમાં ૧૧૫૦ જેટલા યાત્રાળુઓએ સોમનાથ પ્રયાણ કર્યું હતું.  રાજકોટ રેલવે સ્‍ટેશન ખાતેથી મેયર નયનાબહેન પેઢડિયા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, અગ્રણી  માધવ દવે, નાયબ મ્‍યુનિસિપલ કમિશનર  હર્ષદ પટેલ, જિલ્લા પુરવઠા અધિકારી  અજય ઝાપડા વગેરેની ઉપસ્‍થિતિમાં રાતે ૧૧.૩૦ કલાકે ભક્‍તિ, ઉત્‍સાહ અને ઉમંગભર્યા માહોલમાં ટ્રેનને પ્રસ્‍થાન કરાવવામાં આવ્‍યું હતું. રાજકોટથી મોટી સંખ્‍યામાં લોકોએ ઉત્‍સાહભેર જય સોમનાથના નાદ સાથે ટ્રેનમાં સોમનાથ પ્રયાણ કર્યું હતું. નોંધનીય છે કે  સોમનાથ સ્‍વાભિમાન પર્વની ઉજવણીમાં સહભાગી થવા માટે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી તા.૧૦ અને ૧૧ જાન્‍યુઆરીના રોજ સોમનાથ પ્રવાસે આવી રહ્યા છે. ત્‍યારે, આજથી અનેકવિધ કાર્યક્રમો થકી સોમનાથની સંસ્‍કળતિ ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

(2:56 PM IST)