<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th January 2026

ન્‍યારા સદ્‌‌ગુરૂદેવ ધ્‍યાન મંદિર ખાતે ચાલતી કથામાં ભગવાન શ્રી કૃષ્‍ણ અને સુદામા ચરિત્રનું સુંદર વર્ણન કરાયુ

સાતમા દિવસે મીરાબેન ભટ્ટ અને શ્‍યામસુંદરદાસજીના વકતવ્‍યથી શ્રોતાગણ ભાવવિભોર : મહાઆરતી-દર્શન -પૂજન અને સંગીતમયી શૈલીમાં વકતાઓની મધુર વાણી સાથે ભકિતમય વાતાવરણ સર્જાયુ : ‘‘અકિલા'' પરિવારના કીરીટભાઇ ગણાત્રા, નયનભાઇ વ્‍યાસે કથામાં પધારી કરી ગુરૂદેવના દર્શન કરી આશિર્વચન મેળવ્‍યા : આવતીકાલે કથાની પૂર્ણાહૂતિ

રાજકોટ, તા. ૭ :  રાજકોટ શહેરની ભાગોળે આવેલ ન્‍યારા ગામે શ્રી સદ્‌્‌ગુરૂ ધ્‍યાનમંદિર ટ્રસ્‍ટ દ્વારા પરમપુજય શ્રી રણછોડદાસજી મહારાજની અસીમ કૃપાથી ગત તા. ૩૧ ડીસેમ્‍બરથી શ્રી રામ ચરિત માનસ સમુહ પાઠ અને ભાગવત કથાનું આયોજન કરવામાં આવેલ છે.

આ કાર્યક્રમમાં શ્રી રામચરિત માનસ સમુહ પાઠનું પઠન વ્‍યાસપીઠ ઉપરથી વિદ્વાન રામાયણી શ્રી શ્‍યામસુંદરદાસજી મહારાજની સંગીતમાં મધુરશૈલીમાં સમુહપાઠ કરી રહ્યા છે. જયારે શ્રીમદ ભાગવત કથાનું વ્‍યાસપીઠ ઉપરથી કથાકાર પુજયશ્રી મીરાબેન ભટ્ટની મધુરવાણીમાં કથાનું વાંચન થઇ રહ્યું છે.

આ કાર્યક્રમમાં બપોરના રોજ મહાપ્રસાદની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. આ માટે શ્રી રાજુભાઇ માનસતા હરગોવિંદભાઇ બગડાઇ અને રમેશભાઇ પીપળીયા જહેમત ઉઠાવી રહ્યા છે. તેમજ તેઓની સાથે અન્‍ય ટ્રસ્‍ટીઓ રાજુભાઇ નથવાણી ભાવેશભાઇ, માનસાતા, ભાવેશભાઇ પાબારી ભાવેશભાઇ તન્ના, જતિનભાઇ માનસાતા તેમજ ન્‍યારાની સ્‍થાનિક સમિતિના સભ્‍યો જહેમત ઉઠાવી રહ્યા છે.

આ કથાની પૂર્ણાહુતિ તા. ૯ જાન્‍યુઆરીએ થનાર છે. દરમ્‍યાન દરરોજ ભકિતમય વાતાવરણમાં સમુહપાઠ અને કથાનું વાંચન થઇ રહ્યું છે.

ઉપરોકત ત્રણેય મહોત્‍સવ દરમ્‍યાન શ્રોતાગણ ભાવવિભોર થયેલ અને આનંદ સાથે રાસલીલા કરી અને મહોત્‍સવનો આસ્‍વાદ માણેલ હતો.  પાંચમાં દિવસે પૂ. શ્‍યામસુંદર મહારાજશ્રીએ સંગીતભય શૈલીમાં રામાયણનું પઠન કરેલ. દરેક ભકતજનોએ ભાવવિભોર થઇને હર્ષોલ્લાસ સાથે પ્રસંગોની ઉજવણી કરી હતી તેમજ પૂ. જયરામદાસજી મહારાજ, તેમજ મીરાબેન ભટ્ટ ઉપર ગુરૂભકતજનોએ પુષ્‍ય વર્ષા કરી આશીર્વચન મેળવેલ હતા.  શ્રી સદ્‌્‌ગુરૂ ધ્‍યાન મંદિર ટ્રસ્‍ટ - ન્‍યારા દ્વારા આયોજીત શ્રી રામ ચરિત માનસ સમુહ પઠન પુજય વકતા શ્રી શ્‍યામ સુંદરદાસજી મહારાજ દ્વારા સુમધૂર શૈલીમાં ભકતજનોને રસપાન કરાવેલ. તે અંતર્ગત શ્રી રામ અર્ચના પુજન મહોત્‍સવનું આયોજન કરેલ અને પૂજય શ્રી જયરામદાસજી મહારાજના સાનિધ્‍યમાં શ્રી રામ પ્રભુના જયઘોષ સાથે પૂજન વિધિ પવિત્ર બ્રાહ્મણો દ્વારા વિધિવત, શાષાોકત મંત્ર દ્વારા થયેલ અને પૂજય ગુરૂદેવ ત્‍થા ઇષ્‍ટદેવ શ્રી રામપ્રભુની આરતી કરી સમાપન કરેલ.

શ્રી સદ્‌્‌ગુરૂ ધ્‍યાન મંદિર ટ્રસ્‍ટ-ન્‍યારા દ્વારા આયોજીત શ્રી રામ ચરિત માનસ સમુહપઠનના સપ્‍તમ દિવસે વકતા મહોદયશ્રી શ્‍યામ સુંદરદાસજી મહારાજે વાજીંત્ર વૃંદ સાથે શ્રી રામચરીત માનસ સમુહ પઠન કરેલ અને શ્રોતા ગણ ભાવવિભોર થઇ ચોપાઇ ગાન કરી દોહરા ગાયન કરેલ અને પૂજય જયરામદાસજી મહારાજના આશિર્વચન મેળવેલ. ત્‍યારબાદ ભાવિક ભકતોએ મહાઆરતી કરી પ્રસાદ ગ્રહણ કરેલ હતો.

શ્રી સદ્‌્‌ગુરૂ ધ્‍યાન મંદિર ટ્રસ્‍ટ- ન્‍યારા દ્વારા આયોજીત શ્રીમદ્‌્‌ ભાગવત નવાન્‍હ પારાયણ અંતર્ગત સપ્‍તમ દિવસમાં દ્વિતિય સત્રમાં પૂજય વકતા શ્રી મીરાબેન ભટ્ટ દ્વારા ભગવાન શ્રી કૃષ્‍ણ ચરિત્ર વર્ણન કરેલ તેમજ સુદામા ચરિત્ર ગાન કરેલ. આ ચરિત્ર વ્‍યાખ્‍યાન દરમ્‍યાન શ્રોતા ગણોની આંખો અશ્રુભીની થયેલ.

આ કથાનો લાભ માણવા અકિલા પરિવારના પૂજય કિરીટભાઇ ગણાત્રા અકિલા પરિવાર વતી નયનભાઇ વ્‍યાસ તથા મિતેષભાઇ રૂપારેલીયા સાથે એડવોકેટ શ્રી લલીતસિંહ સાહી  સાથે ઉપસ્‍થિત રહી શોભામાં અભિવૃદ્ધિ  કરેલ હતી.

પૂજય કિરીટકાકા એ શ્રી રણછોડદાસજીબાપુમાં આશ્રમમાં દર્શન કરી મહારાજશ્રી જયારામદાસજી મહારાજના આશિર્વાદ પ્રાપ્ત કરેલ અને ન્‍યારા આશ્રમના ટ્રસ્‍ટી ગણ વતી રાજુભાઇ અને એડવોકેટ લલિતસિંહ સાહી એ શ્રી કિરીટભાઇને પ્રશસ્‍તીપત્ર અર્પણ કરેલ.

સત્ર પૂર્ણ થયે મહારાજશ્રી જયરામ દાસજીબાપુએ ગુરૂભકતોને આશિર્વચન પાઠવેલ અને ગુરૂભકતોએ મહાપ્રસાદ લઇ દિવસની પૂર્ણાહૂતિ કરેલ હતી.

આવતીકાલે શુક્રવારે શ્રી રામચરિત માનસ સમુહપાઠ અને ભાગવન કથાની પૂર્ણાહૂતિ થશે. ન્‍યારા ગામ તેમજ આજુબાજુના ગામો અને રાજકોટના શ્રૌતાગણોએ આ ભવ્‍ય કાર્યક્રમમાં ઉત્‍સાહભેર ભાગ લીધો હતો.

(1:28 PM IST)